26th January selfie contest

કોહલી-રોહિતના આધારે વર્લ્ડ કપનું સપનું પૂરું કરવા ઈચ્છો છો તો એવું નહીં થાયઃ દેવ

PC: cricfit.com

શ્રીલંકા સામે શરૂ થનારી T20 સીરિઝને એક બાજુથી ટ્રાંજિશન પીરિયડની શરૂઆત માનવામાં આવી રહી છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા આ મિશનને જીતવા માટે ઉતરશે. ટીમ ઈન્ડિયાની સામે વન-ડે વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપ પણ છે, આવી સ્થિતિમાં હવે આ મિશન BCCI અને ખેલાડીઓની નજરમાં છે.

પૂર્વ ક્રિકેટ કેપ્ટન કપિલ દેવે આ દરમિયાન વર્લ્ડ કપ મિશનને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું છે કે જો વિરાટ કોહલી કે રોહિત શર્માના આધારે જ વર્લ્ડ કપનું સપનું પૂરું કરવા ઈચ્છો છો તો તેવું નહીં થાય, કારણ કે માત્ર એક-બે ખેલાડીઓ જ વર્લ્ડ કપ જીતાડી શકશે નહીં.

કપિલ દેવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો તમારે વર્લ્ડ કપ જીતવો હોય તો કોચ, સિલેક્ટર અને કેપ્ટને કેટલાક આકરા નિર્ણયો લેવા પડશે. અહીં અંગત ફાયદા પાછળ મૂકી અને ટીમ માટે વિચારવું પડશે. વિરાટ, રોહિત અથવા 2-3 ખેલાડીઓ પર આધાર રાખીને વર્લ્ડ કપ જીતવા માંગતા હોવ તો તે ક્યારેય નહીં થાય. તમને ટીમ પર વિશ્વાસ હોવો જોઈએ, શું આપણી પાસે આવી ટીમ છે. હા, શું આપણી પાસે મેચ વિનર છે, તો બિલકુલ છે. તમને તમારી ટીમ પર વિશ્વાસ હોવો જોઈએ.

જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ લગભગ એક દાયકાથી કોઈ આઈસીસી ટ્રોફી જીતી નથી, તે જ કારણ છે કે બધાની નજર વર્લ્ડ કપ પર છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે ICC ટ્રોફી 2013માં જીતી હતી, જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી તેમના નામ પર કરી હતી. વર્ષ 2022ના T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં હારી ગઈ હતી.

હવે T20 વર્લ્ડ કપ 2024ને ધ્યાનમાં રાખીને હાર્દિક પંડ્યાને નવા T20 કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે, સાથે જ તે T20 ટીમમાંથી સીનિયર ખેલાડીઓને છોડવાની તૈયારી કરી રહ્યો છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા વરિષ્ઠ ખેલાડીઓને શ્રીલંકા સામેની T20 સીરિઝમાંથી આરામ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp