હાર માટે જવાબદાર ભારતીય ટીમની 5 મોટી ભૂલ, વન-ડે વર્લ્ડ કપ માટે પણ ચેતવણી

PC: twitter.com/BCCI

ભારતીય ટીમ વધુ એક ફાઇનલ હારી ગઈ. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્માથી લઈને ટીમના પ્રદર્શન પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 209 રનથી હરાવી દીધી. મેચના અંતિમ દિવસે રવિવારે 444 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ 234 રન પર જ સમેટાઇ ગઈ. ભારતીય ટીમે વર્ષ 2013 બાદ 4 ICC ફાઇનલ ગુમાવી છે અને તેને 10 વર્ષથી ટોફીની રાહ છે. ચાલો તો આ આર્ટિકલમાં જોઈએ ભારતીય ટીમની ખામીઓ બાબતે

  1. ખેલાડીઓને મોટા ઇવેન્ટ્સ પહેલા ફ્રી કરવા પડશે:

ભારતીય ટીમના મોટા ભાગના ખેલાડી IPL રમ્યા બાદ WTC ફાઇનલમાં ઉતર્યા. IPLની ફાઇનલ 29 મેના રોજ સમાપ્ત થઈ, જ્યારે WTCની ફાઇનલ 7 જૂનથી શરૂ થઈ. તેનાથી ન માત્ર ખેલાડીઓમાં થાક દેખાયો, પરંતુ વિદેશી મેદાન પર તેને તૈયારીનો ચાન્સ પણ ન મળ્યો. ઈરફાન પઠાણે કહ્યું કે, આપણાં બોલર લાંબી સ્પેલ ફેકવા ફિટ નહોતા. તો પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, ફાઇનલ જેવી મોટી ઇવેન્ટના ઓછામાં ઓછા એક મહિના પહેલા ખેલાડીઓ ફ્રી કરવા જોઈએ. તેના માટે જો T20 લીગના શેડ્યૂલમાં બદલાવ કરવો પડે તો પણ કરવો જોઈએ.

  1. ફોર્મેટના હિસાબે ખેલાડી ચિહ્નિત કરવાના હોય:

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવી ટીમોની વાત કરીએ તો તેમના ટેસ્ટ ફોર્મેટના કેટલાક ખેલાડી પાક્કા છે. જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ જેવા બોલર માત્ર ટેસ્ટ જ રમે છે. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુસેન જેવા ખેલાડી ટેસ્ટને જ વરિષ્ઠતા આપે છે. તો ભારતીય ટીમની વાત કરીએ તો ચેતેશ્વર પૂજારાને છોડીને બધા ખેલાડી ત્રણેય ફોર્મેટમાં ઉતરે છે.

  1. દબાવને પહોંચીવળવાની રીત શોધવી પડશે:

વર્ષ 2013 બાદ ICC  ઇવેન્ટની વાત કરીએ તો ભારતીય ટીમને 4 વખત ફાઇનલ અને 4 વખત સેમીફાઇનલમાં હાર મળી છે એટલે કે ખેલાડી મોટી મેચમાં દબાવમાં વિખેરાઈ જાય છે. WTCની બંને સીઝનની ફાઇનલની 4 ઇનિંગમાં ભારતીય ટીમ કોઈ પણ ઇનિંગમાં 300 રનના આંકડાને સ્પર્શી ન શકી. કોઈ પણ ભારતીય ખેલાડી સદી ન બનાવી શક્યો.

  1. ભારતીય ટીમના કોચ પર પણ સવાલ:

ભારતીય ટીમ વર્ષ 2013માં છેલ્લી વાર ICC ટ્રોફી જીતવામાં અસફળ રહી હતી. ત્યારે કોચ ઝીમ્બાબ્વેના ડંકન ફ્લેચર હતા. ત્યારબાદ રવિ શાસ્ત્રી, અનિલ કુંબલે અને હવે રાહુલ દ્રવિડ પાસે ટીમની કમાન છે, વર્ષ 2015થી આ ત્રણેય જ ભારતીય ટીમ સાથે છે. એવામાં તેમના પર સવાલ ઉઠવા પણ વ્યાજબી છે. વર્ષ 2011માં વન-ડે વર્લ્ડ કપ દરમિયાન ગેરી કર્સ્ટન કોચ હતા. તો ભારતીય ટીમે વર્ષ 2007માં લાલચંદ રાજપૂતની કોચિંગમાં T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

  1. વર્ક લોડ પર પણ ધ્યાન આપવું પડશે:

BCCI અને સિલેક્ટર્સે ખેલાડીઓના વર્કલોડ પર પણ ધ્યાન આપવું પડશે. સતત ઇન્ટરનેશનલ મેચ સિવાય ખેલાડીઓએ 2 મહિના સુધી IPL જેવી ઘરેલુ ટૂર્નામેન્ટમાં પણ ઊતરવું પડે છે. આ કારણે ખેલાડી સતત ઇજાગ્રસ્ત થાય છે. IPL 2023 દરમિયાન ઉમેશ યાદવથી લઈને જયદેવ ઉનડકટ સુધી ઇજાગ્રસ્ત થયા. શાર્દૂલ ઠાકુર પણ કેટલીક મેચથી બહાર બહાર બેઠો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp