રોહિતે 1 સદી મારીને ધ્વસ્ત કર્યા અનેક કીર્તિમાન, ગાવસ્કર-સેહવાગને છોડ્યા પાછળ

PC: dnaindia.com

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા આજે હિટમેન અંદાજમાં દેખાયો. રોહિત શર્માએ આ ટેસ્ટના પહેલા જ દિવસે જે પ્રકારનું ફોર્મ બતાવ્યું હતું, તેના પરથી જ અંદાજો થઈ ગયો હતો કે તે મોટી ઈનિંગ રમાવાનો છે. પહેલા દિવસે નોટઆઉટ રહ્યા બાદ રોહિત શર્માએ બીજા દિવસની ઈનિંગનો આગાઝ ત્યાંથી જ કર્યો, જ્યાં પહેલા દિવસે પૂર્ણ કર્યો હતો. હિટમેને આજે પોતાની સદી 171 બોલમાં પૂરી કરી. દરમિયાન તેણે એક જ સદી ફટકારીને ઘણા કીર્તિમાન પણ તોડવાનું કામ કર્યું.

જ્યાં એક તરફ સચિન તેંદુલકરની બરાબરી કરી લીધી છે, તો બીજી તરફ વીરેન્દ્ર સેહવાગ અને પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરને પાછળ છોડી દીધા છે. રોહિત શર્માની આ સદી એ માહોલમાં આવી છે, જ્યાં પિચને લઈને સતત કિચ કિચ કરવામાં આવી રહી હતી અને ઓસ્ટ્રેલિયાનો કોઈપણ ખેલાડી 50ના સ્કોર સુધી પહોંચી શક્યો ન હતો. રોહિત શર્માએ આજની મેચમાં સેન્ચ્યુરી લગાવીને કયા-કયા કીર્તિમાન પોતાના નામે કર્યા છે, તે અંગે અહીં માહિતી આપવામાં આવી છે.

વનડેની વાત કરીએ કે ટેસ્ટની, રોહિત શર્મા પહેલા ટીમ ઈન્ડિયા માટે મિડલ ઓર્ડરમાં રમતો હતો. ઓપનર બન્યા બાદ રોહિત શર્માએ એક એક કરીને ઘણા કીર્તિમાન તોડ્યા છે અને નવા રેકોર્ડ રચવાનું કામ કર્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર બન્યા બાદ રોહિત શર્મા અત્યારસુધી 31 ઈનિંગ્સ રમી ચુક્યો છે. તેમા તેના નામે છ સદી અને પાંચ અડધી સદી નોંધાયેલી છે.

તેમજ, વનડેની વાત કરવામાં આવે તો અહીં ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં હિટમેન અત્યારસુધી 154 ઈનિંગ્સમાં બેટિંગ કરી ચુક્યો છે. તેમા તેના નામે 28 સદી અને 35 અડધી સદી છે. T20ની 113 ઈનિંગ્સમાં રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરી છે. જેમા તેના નામે ચાર સદી અને 24 અડધી સદી છે. જોકે, આજની જ મેચની વાત કરીએ તો રોહિત શર્મા 120 રન બનાવીને આઉટ થઈ ગયો. ટી બ્રેક સુધી તે બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ, ટી બ્રેક બાદ પહેલી ઓવર લઈને કેપ્ટન પેટ કમિન્સ પોતે આવ્યો અને તેણે રોહિતને ક્લીન બોલ્ડ કરી દીધો.

રોહિત શર્મા અત્યારસુધી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણેય ફોર્મેટમાં ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં નવ સદી મારી ચુક્યો છે. એટલી જ સદી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સચિન તેંદુલકરે પણ મારી હતી. પરંતુ, અહીં સુધી પહોંચવા માટે રોહિત શર્માએ 49 ઈનિંગ્સ લીધી, જ્યારે સચિન તેંદુલકરે 62 ઈનિંગ્સ સુધી રાહ જોવી પડી હતી. એટલે કે આ મામલામાં રોહિત શર્મા અને સચિન તેંદુલકર બરાબરી પર આવી ગયા છે.

વધુ એક સદી ફટકારતા જ તે સચિન તેંદુલકરને પાછળ છોડી દેશે. દરમિયાન તેણે સુનીલ ગાવસ્કર અને વીરેન્દ્ર સેહવાગને પાછળ કરી દીધા છે. ટેસ્ટ ક્રિકેટની પહેલી 31 ઈનિંગ્સમાં ઓપનિંગ કરતા રોહિત શર્માના નામે હવે છ સદી થઈ ગઈ છે. આ પહેલા સુનીલ ગાવસ્કર અને વીરેન્દ્ર સેહવાગે પાંચ-પાંચ સદી ફટકારી હતી. એટલે કે અહીં રોહિત શર્મા આ બંને દિગ્ગજો કરતા આગળ નીકળી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp