નેપાળ પર જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ કરી નાખ્યું મોટું એલાન

PC: india.postsen.com

શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને નેપાળ વચ્ચેની મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલની ધમાકેદાર હાફ સેન્ચ્યુરીની મદદથી સોમવારે નેપાળને વરસાદથી પ્રભાવિત મેચમાં ડકવર્થ લુઈસ પદ્ધતિથી 10 વિકેટથી હરાવીને એશિયા કપના સુપર ચારમાં જગ્યા બનાવી લીધી. ગ્રુપ એમાં ભારત અને પાકિસ્તાને 3-3 પોઇન્ટ્સની સાથે સુપર ચારમાં જગ્યા બનાવી છે. જ્યારે નેપાળ તેની બંને મેચો હારવાના કારણે એશિયા કપમાંથી બહાર થઇ ગયું છે. ભારત અને પાકિસ્તાનની મેચ વરસાદને કારણે ધોવાઇ ગઇ હતી. આ મેચમાં પણ વરસાદને કારણે લગભગ 3 કલાકની ક્રિકેટ રમાઇ નહોતી.

નેપાળ સામેની જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, ખરેખર હું મારી ઈનિંગથી ખુશ છું. શરૂઆતમાં ડર હતો. ફ્લિક સ્વીપ જાણીજોઇને નહોતી. હું તેને શોર્ટ ફાઇન પર ચિપ કરવા માગતો હતો પણ હાલમાં બેટ ઘણી સારી છે. જ્યારે અમે અહીં આવ્યા તો અમને ખબર હતી કે અમારી વર્લ્ડ કપ 15ની ટીમ કેવી થવાની છે. એશિયા કપ અમને સારી તસવીર આપવાનું નહોતું. કારણ કે અહીં માત્ર બે મેચ હતી. પણ સૌભાગ્યથી અમને પહેલી મેચમાં બેટિંગ અને બીજી મેચમાં બોલિંગ કરવાની તક મળી. જેથી આ અમારા માટે એક પૂર્ણ ગેમ બની ગઇ. હજુ પણ ઘણું કામ કરવાનું બાકી છે. ઘણાં ખેલાડીઓ ઈંજરીમાંથી પાછા આવી વાપસી કરી રહ્યા છે. તેમને લયમાં આવવામાં સમય જોઇશે. હાર્દિક અને ઈશાને પાછલી મેચમાં અમને એ સ્કોર સુધી પહોંચવામાં ઘણી મદદ કરી હતી. આજે બોલિંગ ઠીક જ હતી પણ ફીલ્ડિંગ ખરાબ હતી. જેમાં અમારે સુધારની જરૂર છે.

નેપાળને પહેલા બેટિંગ આપતા 48.2 ઓવરમાં 230 રન બનાવ્યા. ભારતે જ્યારે 2.1 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વિના 17 રન બનાવ્યા ત્યારે વરસાદને કારણે બે કલાક સુધી મેચ બંધ રહી. ત્યાર પછી ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ ભારતને મળ્યો. ભારતે 20.1 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વિના 147 રન બનાવી મેચ જીતી લીધી. ખેર, 10 સપ્ટેમ્બરના રોજ ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવા જઇ રહી છે. જેના પર સૌ કોઈની નજર રહેશે. પહેલી મેચ વરસાદને કારણે ધોવાઇ જતા ફેન્સ નારાજ જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp