રાહુલ પર ટીમને કેમ છે આટલો બધો ભરોસો? કેપ્ટન રોહિત પાસે જ જાણી લો

PC: BCCI

ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં ભારતમાં છે અને  મેચોની ટેસ્ટ સીરિઝ રમી રહી છે. ભારતીય ટીમે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ જીતીને સીરિઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. બીજી ટેસ્ટમાં પણ કે.એલ. રાહુલના ખરાબ ફોર્મ બાદ પણ ભારતીય કપ્તાન રોહિત શર્માને તેના પર પૂરો ભરોસો છે. રોહિત શર્માએ સંકેત આપતા કહ્યુ કે, જો કોઇ ખેલાડીમાં ક્ષમતા છે તો તે ટીમમાં લાંબા સમય સુધી રમશે. જાન્યુઆરી 2022થી કે.એલ. રાહુલે માત્ર એક અડધી સદી બનાવી છે, જ્યારે તેની છેલ્લી ટેસ્ટ સેન્ચુરી ડિસેમ્બર 2021માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આવી હતી.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં 17 રન પર આઉટ થઇ ગયો અને બીજી ઇનિંગમાં માત્ર 1 જ રન બનાવી શક્યો. તો નાગપુર ટેસ્ટમાં માત્ર 20 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. શુભમન ગિલના રહેતા કે.એલ. રાહુલ પર પોતાની જગ્યા બનાવી રાખવાનો દબાવ ખૂબ વધી ગયો છે. રોહિત શર્માએ કહ્યું કે, રાહુલની બેટિંગ બાબતે ઘણી વાત થઇ છે, પરંતુ ટીમ મેનેજમેન્ટના રૂપમાં અમે હંમેશાં કોઇ પણ વ્યક્તિની ક્ષમતા જોઇએ છીએ, ન કે માત્ર ભૂતકાળમાં કરવામાં આવેલા પ્રદર્શનને જોઇએ છીએ.

રોહિતે કહ્યું કે, જો એ વ્યક્તિમાં ક્ષમતા છે તો તેને એક ચાંસ મળશે. ઇંગ્લેન્ડમાં રમવું કોઇ સરળ કામ હોતું નથી અને તેણે શાનદાર પ્રદર્શન કર્યું. અહીં સુધી કે સેન્ચુરિયનમાં પણ શાનદાર પ્રદર્શન હતું. બંને પ્રદર્શનોના કારણે ભારતે બંને મેચ જીતી હતી. છતા તેની ક્ષમતા બાબતે વાત કરવામાં આવી છે, પરંતુ અમારી તરફથી એ સ્પષ્ટ હતું કે તેને મેદાન પર પોતાની રમત રમવાની જરૂરિયાત છે. રોહિત શર્માએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, તેમાં કોઇ શંકા નથી કે જ્યારે તમે આ પ્રકારની પીચો પર રમી રહ્યા છો તો તમારે રન બનાવવાની પોતાની રીત શોધવાની જરૂરિયાત છે.

તેણે આગળ કહ્યું કે, અમે એ જોતા નથી કે કોઇ ખેલાડીના રૂપમાં શું કરી રહ્યું છે. ભારત દ્વારા 4 મેચોની સીરિઝમાં 2-0ની લીડ હાંસલ કરી લેવા અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને યથાવત રાખવા માટે બીજી ટેસ્ટ 6 વિકેટથી જીત્યા બાદ હેડ કોચ રાહુલ દ્રવિડે બ્રોડકસ્ટર્સ સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું કે, રાહુલને ટીમ મેનેજમેન્ટથી સમર્થન મળતું રહેશે. મને લાગે છે કે તેણે પોતાની પ્રતિક્રિયાઓ પર ભરોસો કરવાની જરૂરિયાત છે. એ માત્ર એક ફેઝ છે, તે અમારા સૌથી સફળ વિદેશી બેટ્સમેનોમાંથી એક રહ્યો છે. તેણે દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં સદી બનાવી છે, અમે તેનું સમર્થન કરવાનું ચાલુ રાખીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp