રોહિત શર્મા બોલ્યો કે જવાબ આપીશ તો મોટો વિવાદ થઇ જશે, જુઓ Video

PC: cricketaddictor.com

ક્રિકેટના મેદાન પર હિટમેન જે રીતની બેટિંગ કરે છે તેનો કોઈ જવાબ નથી. આવું જ કંઇક મેદાનની બહાર પણ જોવા મળ્યું. રોહિત જે અંદાજમાં સવાલોના જવાબ આપે છે લોકોને તે ખૂબ જ પસંદ આવે છે. રોહિત નિખાલસતાથી સવાલોના જવાબ આપતો હોય છે. જેનો આ અંદાજ ફેન્સને ખૂબ પસંદ છે. આવું જ કઇ હાલના એક ઈવેન્ટમાં જોવા મળ્યું.

રોહિત શર્મા હાલમાં જ અમેરિકાના એક કાર્યક્રમમાં જોવા મળ્યો હતો. જેમાં ભારતીય કેપ્ટનને ક્રિકેટને લઇ ઘણાં સવાલ કરવામાં આવ્યા. આવનારા એશિયા કપ અને વનડે વર્લ્ડ કપને લઇ પણ ઘણાં સવાલો પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન રોહિતને સવાલ થયો કે પાકિસ્તાનમાંથી તેમને સૌથી અઘરો બોલર કોણ લાગે છે. જેનો જવાબ આપતા રોહિત પહેલા તો ચુપ થઇ જાય છે અને પછી મુંબઈ સ્ટાઇલમાં જવાબ આપી લોકોને હસાવે છે.

રોહિત શર્માએ પાકિસ્તાની બોલરના સવાલ પર કહ્યું કે, પાકિસ્તાનમાં બધાં સારા બોલર છે....એવું કશું નથી. હું કોઈનું નામ નહીં લઉં ભાઈ, ખૂબ વિવાદ થઇ જાય છે. હું કોઈનું નામ નહીં આપું. એકનું નામ આપીશ તો બીજાને ખોટું લાગી જશે. બધા જ સારા ખેલાડીઓ છે. રોહિતની પત્ની રિતિકા પણ આ કાર્યક્રમમાં મોજૂદ હતી. તે પણ રોહિતનો આ જવાબ સાંભળી હસી પડી.

જણાવીએ કે, આ પહેલીવાર નથી કે જ્યારે રોહિતને પાકિસ્તાન ક્રિકેટને લઇ સવાલ કરવામાં આવ્યા હોય. આ પહેલા પણ 2019ના વર્લ્ડ કપ દરમિયાન એક રિપોર્ટરે રોહતિને સવાલ કર્યો હતો કે, તે પાકિસ્તાનની ટીમને કોઇ ટિપ્સ આપવા માગે છે. જેના પર રોહિતે કહ્યું હતું કે, હું શું ટિપ્સ આપીશ. જ્યારે હું પાકિસ્તાની ટીનનો કોચ બનીશ તો જણાવીશ. રોહિત શર્માનો આ જવાબ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by Sameer Karkhanis (@sameer.k.insta)

રોહિત શર્મા છે બ્રેક પર

વેસ્ટઈન્ડિઝ પ્રવાસમાં ટેસ્ટ અને વનડે સીરિઝ પછી રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. તેની સાથે જ વિરાટ કોહલીને પણ આરામ આપવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા હાલમાં વેસ્ટઈન્ડીઝ સામે 5 મેચોની ટી20 સીરિઝ રમી રહી છે. એવામાં બ્રેક પછી રોહિત શર્મા એશિયા કપમાં ટીમ ઈન્ડિયા માટે મેદાન પર રમતો જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp