રોહિત શર્માએ આખી ટીમ પર ફોડ્યો હારનો ઠીકરો, જણાવ્યું ક્યાં થઈ ચૂક

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સીઝન 16માં મંગળવારે મોડી રાત્રે મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના હાથે ખૂબ જ રોમાંચક મેચમાં 5 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે જ મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઓફમાં પહોંચવાની સંભાવના ઓછી થઈ ગઈ છે. મુંબઈ ઇન્ડિયન્સની આ હારનો ઠીકરો આખી ટીમ પર ફોડ્યો છે. રોહિત શર્માનું માનવું છે કે મુંબઈ ઇન્ડિયન્સ એટલું સારું ન રમી, જેટલી જરૂરિયાત જીત હાંસલ કરવા માટે હતી.

રોહિત શર્માએ માંન્યુ કે, સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ તેમની ટીમને સારું રમવાની જરૂરિયાત છે. તેણે કહ્યું કે, અમે એટલું સારું ન રમ્યા કે અમને જીત મળે. ગેમમાં કેટલીક પળ એવી હતી, જ્યાં અમે ચૂકી ગયા અને અમને જીત હાંસલ ન થઈ. અમે પીચનું અનુમાન સારી રીતે લગાવ્યું હતું. આ સ્કોર કરવા માટે સારી પીચ હતી. અમે બોલિંગ કરતા બીજા હાંફમાં ભૂલ કરી બેઠા. અમે ઘણા બધા રન આપી દીધા, પરંતુ બેટ સાથે અમે સારી શરૂઆત કરી હતી. અહીં પણ એવું જ થયું કે બીજા હાફમાં અમે રન જ ન બનાવી શક્યા.

માર્કસ સ્ટોઈનિસના વખાણ કરતા રોહિત શર્માએ કહ્યું કે, તેણે શાનદાર બેટિંગ કરી. આ પીચ પર તમારે મોટા હિટ લગાવવાની જરૂરિયાત હતી. માર્કસ સ્ટોઈનિસની ઇનિંગ યાદગાર રહી. હવે ખબર નહીં ગણતરી કેવી રીતે કામ કરશે. અમારે તેની બાબતે વિચારવું પડશે. અમારે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ પોતાની છેલ્લી મેચમાં શાનદાર રમત દેખાડવાની જરૂરિયાત છે. લખનૌ સુપર જાયન્ટ્સે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા.

લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી સૌથી વધુ રન (નોટઆઉટ 89 રન) માર્કસ સ્ટોઇનિસે બનાવ્યા, જ્યારે કેપ્ટન કૃણાલ પંડ્યાએ 49 રનની ઇનિંગ રમી. તો મુંબઈ ઇન્ડિયન્સ તરફથી સૌથી વધુ 2 વિકેટ બહરેનડોર્ફે લીધી તો પિયુષ ચાવલાને 1 વિકેટ મળી હતી. 178 રનનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સ સીમિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 172 રન જ બનાવી શકી. મુંબઈ તરફથી સૌથી વધુ રન ઇશાન કિશને (59) બનાવ્યા, જ્યારે ટિમ ડેવિડે નોટઆઉટ 32 રનની ઇનિંગ રમી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp