અર્જુન તેંડુલકરની પહેલી વિકેટ બાદ રોહિત શર્મા જાણો શું બોલ્યો તેના વિશે

PC: india.com

IPL 2023ની 25મી મેચ યુવા ફાસ્ટ બોલર અર્જુન તેંડુલકર માટે યાદગાર બની ગઈ. હકીકતમાં, તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છેલ્લી ઓવરમાં મુંબઈ ઇન્ડિયન્સને 15 રનથી જીત અપાવવામાં ભૂમિકા ભજવી હતી. હૈદરાબાદને છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી, પરંતુ અર્જુનના ચોક્કસ યોર્કરના કારણે હૈદરાબાદ તે મેચ હારી ગયું હતું. તેણે ભુવનેશ્વર કુમારની વિકેટ લીધી, જે તેની IPL કારકિર્દીની પ્રથમ વિકેટ પણ હતી. અર્જુને 2.5 ઓવરમાં માત્ર 18 રન આપીને 1 વિકેટ લીધી હતી. તેની બોલિંગ જોવા જેવી હતી, જેનો કેપ્ટન રોહિત શર્મા પણ ફેન બની ગયો હતો. રોહિતે નિવેદન આપ્યું હતું કે, તે સારી બોલિંગ કરે છે, પરંતુ સાથે જ તે અંત સમયે ચોક્કસ યોર્કર પણ ફેંકી રહ્યો છે.

રોહિતે કહ્યું, 'અર્જુન તેંડુલકર ત્રણ વર્ષથી અમારી સાથે છે. તે જાણે છે કે ટીમને તેની પાસેથી શું જોઈએ છે. તેની યોજનાઓ પણ સચોટ છે. તે વસ્તુઓને સરળ પણ રાખે છે. શરૂઆતમાં સ્વિંગ કરે છે અને અંતમાં ચોક્કસ યોર્કર પણ કરે છે.' આ ઉપરાંત તેણે કહ્યું કે, 'આ મેદાન પર મારી ઘણી યાદો જોડાયેલી છે, અહીં ત્રણ વર્ષ રમ્યો અને ટ્રોફી પણ જીતી. અમે ફક્ત અમારી બોલિંગ લાઇન-અપને આત્મવિશ્વાસ આપવા ઇચ્છતા હતા. જ્યારે IPL શરૂ થઈ ત્યારે એવા ઘણા ખેલાડીઓ હતા કે જે IPLમાં રમ્યા પણ ન હતા. તે સારું છે કે જ્યારે પણ તેને તક મળી રહી છે ત્યારે તે પોતાનું કામ કરી રહ્યો છે. અમે ફક્ત ટોન સેટ કરવા વિશે વાત કરીએ છીએ. અમે જાણીએ છીએ કે પાવરપ્લેમાં રન બનાવવા સિવાય, અમારામાંથી કોઈએ એન્કર કરવું પડશે. અમે ખુશ છીએ કે આવા બેટ્સમેન બહાર આવી રહ્યા છે. અમે તિલક વર્માને છેલ્લી સિઝનમાં જોયા છે અને આ વખતે પણ અમે જોઈ રહ્યા છીએ કે, તે બોલરને નહીં પણ બોલ તરફ જોઈ રહ્યા છે.'

મેચની વાત કરીએ તો આ પહેલા મુંબઈએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 5 વિકેટ ગુમાવીને 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં હૈદરાબાદ 178 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદને છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી. પરંતુ અર્જુને 1 બોલ બાકી રહેતા 5 રનમાં 1 વિકેટ લઈને મેચ પૂરી કરી હતી. અર્જુને 2.5 ઓવરમાં 18 રન આપીને 1 વિકેટ લીધી હતી.

આના પહેલા, તિલક વર્માએ મુંબઈ માટે 233.33ના સ્ટ્રાઈક રેટથી 17 બોલમાં ધમાકેદાર 37 રન બનાવ્યા હતા. જ્યારે, કેમરોન ગ્રીને 40 બોલમાં અણનમ 64 રન બનાવ્યા જેમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સિવાય ઓપનર રોહિત શર્માએ 28, ઈશાન કિશને 28 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ કંઈ ખાસ કરી શક્યા ન હતા. તે 7 રન બનાવીને આઉટ થયો હતો. ટિમ ડેવિડ 11 બોલમાં 16 રન બનાવીને અણનમ રહ્યો હતો. અને બોલિંગમાં માર્કો જેન્સને 43 રનમાં 2 વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમાર અને મયંક માર્કંડેએ 1-1 વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp