આખરે રોહિત શર્માએ 3 વર્ષ પછી વન-ડેમાં ફટકારી સેન્ચ્યૂરી, માર્યા 6 સિક્સર

PC: india.com

ઇંદોર ખાતે રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વન-ડે સીરિઝની ત્રીજી મેચમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા છવાઇ ગયો હતો. રોહિતે આ મેચમાં 6 સિક્સર સાથે સદી ફટકારીને હીટમેને પોતાની ક્ષમતા ફરી સાબિત કરી દીધી છે. આગામી મહિનાઓમાં વર્લ્ડકપ રમાવવાનો છે ત્યારે રોહિતનું ફોર્મ દેખાતા ચાહકોએ રાહતની લાગણી અનુભવી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની ઇંદોર ખાતે રમાયેલી વનડેમાં આખરે 3 વર્ષ પછી સદી ફટકારી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી વન-ડે સીરિઝની ત્રીજી મેચમાં કેપ્ટનનું બેટ ચાલ્યું અને તેણે 2020 પછી સદી ફટકારી છે. વનડેમાં 3 બેવડી સદી ફટકારનાર રોહિત આ વખતે બીજી મોટી ઇનિંગ્સ ચૂકી ગયો અને માત્ર 101 રન બનાવીને તેની વિકેટ ગુમાવી દીધી હતી.

ન્યુઝીલેન્ડ સામેની સીરિઝમાં સારું ફોર્મ દેખાડનાર કેપ્ટન રોહિત શર્માએ આખરે પોતાની સદી પૂરી કરી છે. ઈંદોરમાં ટોસ હાર્યા બાદ કેપ્ટન અને યુવા ખેલાડી શુભમન ગિલે ટીમ ઈન્ડિયા માટે સદીની ભાગીદારી રમી હતી. આ દરમિયાન તેણે 41 બોલમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગા ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ પછી પણ રોહિતનું ફોર્મ યથાવત રહ્યું હતું અને આક્રામક રમત બતાવીને પોતાની સદી પૂરી કરી. કેપ્ટને 83 બોલમાં 9 ચોગ્ગા અને છ છગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. 85 બોલ રમ્યા બાદ તેની ઈનિંગ 101 રન પર સમાપ્ત થઈ ગઈ હતી. 101 રન પર રોહિત આઉટ થઇ ગયો હતો.

રોહિત શર્માએ 19 જાન્યુઆરી, 2020ના રોજ ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં સદી ફટકારી હતી. હવે 3 વર્ષ બાદ તેણે જાન્યુઆરીમાં ફરી સદી ફટકારી છે. રોહિતે ઓગસ્ટ 2022માં ટેસ્ટમાં સદી ફટકારી હતી જ્યારે નવેમ્બર 2018માં T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારી હતી. આ વર્ષે ભારતમાં યોજાનારા ODI વર્લ્ડ કપ પહેલા કેપ્ટન રોહિત ટોપ ફોર્મમાં હોવાથી રાહતના સમાચાર છે.

રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી વનડેમાં ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. તેણે યુવા ઓપનર શુભમન ગિલ સાથે પ્રથમ વિકેટ માટે બેવડી સદીની ભાગીદારી કરી હતી. બંનેએ મળીને પ્રથમ વિકેટ માટે 212 રન જોડ્યા હતા. કેપ્ટનની પાછળ ગીલે પણ 72 બોલમાં 13 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકારીને સદી પૂરી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp