RCB સામેની મેચમાં રોહિત શર્માને LBW આપવા પર ઉઠ્યો સવાલ, જાણો શું છે 3 મીટર રુલ

PC: navbharattimes.indiatimes.com

IPL 2023ની મેચ નંબર 54 મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવી હતી. આ મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચને મુંબઈ ઇન્ડિયન્સે શાહી અંદાજમાં 6 વિકેટથી જીતી લીધી અને તે પણ 21 બોલ બાકી રહેતા જ મુંબઈ ઇન્ડિયન્સે મેચ પોતાના નામે કરી લીધી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલા બેટિંગ કરતા 199 રનની ઇનિંગ રમી હતી.

મુંબઈ ઇન્ડિયન્સની ટીમના સૂર્યકુમાર યાદવે 35 બોલમાં 83 રનોની તોફાની ઇનિંગ રમી હતી. તેમા 7 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ રહ્યા. ઈશાન કિશને 21 બોલમાં 42 રનની ઇનિંગ રમી હતી. જ્યારે, નેહાલ વઢેરાએ 24 બોલમાં 52 રન બનાવીને મેચ ફિનિશ કરી.

મેચ દરમિયાન રોહિત શર્મા (7) ના LBW આઉટ થવા પર સવાલ ઊભા થઈ ગયા છે. તેને DRS બાદ આઉટ આપવામાં આવ્યો. હિટમેન પોતે પણ પોતાના આઉટ થવા પર આશ્ચર્ય ચકિત જોવા મળ્યો. મોહમ્મદ કેફે પણ DRS LBW આઉટ આપવાના નિર્ણય પર સવાલો ઊભા કર્યા. રોહિત શર્મા ક્રીઝથી ઘણો આગળ નીકળી આવ્યો હતો. મોહમ્મદ કેફે પોતાના ટ્વિટમાં લખ્યું- હેલો DRS, આ કંઈક વધારે જ નથી થઈ ગયુ? આ કઈ રીતે LBW હોઈ શકે છે.

મેચમાં વાનિંદુ હસરંગાની બોલ રોહિતના પેડ પર લાગી તો મેદાન પર હાજર અમ્પાયરોએ તેને નોટ આઉટ આપી દીધો હતો. જોકે, ફાફ ડુ પ્લેસિસે નિર્ણયની સમીક્ષા કરવાનો વિકલ્પ પસંદ કર્યો. રિપ્લેમાં એ જાણકારી મળી કે, અલ્ટ્રાએજમાં દેખાઈ રહ્યું છે કે રોહિત શર્માએ બોલને હિટ નથી કર્યું. બોલ-ટ્રેકિંગ ડિવાઇસ પરથી જાણકારી મળી કે બોલ સ્ટંપ્સને હિટ કરી રહી હતી. તેને જોતા થર્ડ અમ્પાયરે રોહિતને આઉટ આપી દીધો. તેના પર રોહિત શર્મા પણ ચોંકી ગયો હતો.

અમ્પાયરે રોહિત શર્માને LBW આઉટ નહોતો આપ્યો પરંતુ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ જ્યારે DRS લીધો તો તેને આઉટ આપી દેવામાં આવ્યો. LBW ના નિયમ અનુસાર, જો કોઈ ખેલાડી વિકેટથી 3 મીટર આગળ નીકળીને આવી જાય છે તો તેને આઉટ ના આપી શકાય અને જે બોલ પર રોહિત શર્માને LBW આઉટ આપવામાં આવ્યો, ત્યારે રોહિત જ્યાં ઊભો હતો ત્યાંથી સ્ટંપ્સનું અંતર 3.7 મીટર હતું. એટલે કે નિયમ અનુસાર, રોહિત નોટઆઉટ હતો.

મોહમ્મદ કેફના ટ્વિટ પર ઘણા ફેન્સ પણ નારાજ દેખાયા. તેમણે પણ રોહિતના આઉટ થવા પર LBWના 3 મીટરના નિયમની વાત કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp