રોહિત શર્માએ સસ્તામાં આઉટ થઇ કર્યા નિરાશ, જોકે, ધોનીનો રેકોર્ડ તોડ્યો

PC: thehindu.com

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ વિરુદ્ધની ત્રણ મેચની વનડે સીરિઝની પહેલી મેચમાં જેવો જ પહેલા સિક્સ માર્યો તો તેણે ભારતમાં સૌથી વધારે સિક્સ મારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતનો નવો સિક્સર કિંગ બની ગયો છે. તેણે આ મામલાં પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે. જમણા હાથનો બેટ્સમેન રોહિત શર્મા ન્યુઝીલેન્ડ વિરુદ્ધ જેવો જ ત્રીજી ઓવરમાં છેલ્લી બોલ પર કવરની ઉપરથી સિક્સ માર્યો તો તેણે એમએસ ધોનીને પાછળ છોડી દીધો હતો. જોકે, તે માત્ર 34 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. 

ધોનીએ ભારત માટે વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 123 સિક્સ માર્યા હતા. પરંતુ રોહિત શર્માએ પોતાના સિક્સ મારવાની સંખ્યાને 124 પર પહોંચાડી દીધી છે. તેણે પાંચમી ઓવરમાં બીજો એક સિક્સ માર્યો હતો. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર સચિન તેંડુલકરનું નામ છે. તેણે 100 સિક્સ ઈન્ટરનેશનલ વનડે મેચમાં માર્યા છે. જ્યારે ભારતમાં વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સચિનના નામ પર 71 સિક્સ મારવાનો રેકોર્ડ છે. જણાવી દઈએ કે રોહિત વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધારે સિક્સ મારનારો ખેલાડી પણ છે.

જાણકારી માટે જણાવી દઈએ કે રોહિત શર્મા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ મારવાના મામલામાં બીજા નંબર પર પહોંચી ગયો છે. તે 500 સિક્સ જોડનારો એકમાત્ર એશિયાઈ ખેલાડી છે. તેની આગળ હાલમાં ક્રિસ ગેલ છે, જેણે 553 સિક્સ ઈન્ટરનેશનલ ક્રિકેટના ત્રણે ફોર્મેટમાં માર્યા છે. રોહિતે ત્રણે ફોર્મેટમાં હાલ સુધીમાં 510 સિક્સ માર્યા છે. આ સિવાય અન્ય એક રેકોર્ડ પણ રોહિત શર્માએ પોતાને નામ આ મેચમાં કરી લીધો છે.

વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામ પર છે. તેંડુલકરે 463 મેચની 252 ઈનિંગમાં કુલ 18426 રન બનાવ્યા છે. વનડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારા ખેલાડીઓની લિસ્ટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એડમ ગિલક્રિસ્ટને પાછળ છોડી દીધો છે. ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે રમાઈ રહેલી આજની પહેલી મેચ સુધીમાં રોહતિ શર્માના ખાતામાં 9596 રન નોંધાયેલા હતા. જ્યારે એડમ ગિલક્રિસ્ટના ખાતામાં 287 મેચની 279 ઈનિંગમાં 9619 રન નોંધાયેલા છે. જ્યારે રોહિતે આ મેચમાં 24 રન બનાવીને આ રેસમાં એડમ ગિલક્રિસ્ટને પાછળ છોડી દીધો હતો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp