ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શરમજનક હાર બાદ જુઓ રોહિત શર્માએ કોને જવાબદાર ઠેરવ્યા

PC: BCCI

વિશાખાપટ્ટનમમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય ટીમને શરમજનક હાર મળી છે અને તેની પાછળ ટીમના બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન રહ્યું. ભારતીય બેટ્સમેન ટકીને રમી ન શક્યા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક નાનકડો સ્કોર બનાવીને આખી ટીમ ઓલઆઉટ થઇ ગઇ. મેચ બાદ બેટિંગ પ્રદર્શનથી કેપ્ટન રોહિત શર્મા પણ ખુશ ન નજરે પડ્યો અને તેણે કહ્યું કે, અમે બેટથી પોતાને એપ્લાઇ ન કર્યા અને તે 117 વાળી વિકેટ નહોતી. તેણે ઓસ્ટ્રેલિયન બોલર મિચેલ સ્ટાર્કના પણ વખાણ કર્યા, જેણે ઇનિંગમાં 5 વિકેટ લીધી.

ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા ખૂબ જ ખરાબ બેટિંગનું પ્રદર્શન કર્યું અને ટીમે 26 ઓવરમાં પોતાની બધી વિકેટ ગુમાવીને 117 રન બનાવ્યા. 118 રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયન ઓપનર્સે માત્ર 11 ઓવરમાં જ આ મેચ પોતાના નામે કરી લીધી. ઓસ્ટ્રેલિયન ટીમે 234 બૉલ બાકી રહેતા મેચ જીતી લીધી અને બચેલા બૉલના હિસાબે ભારતીય ટીમને વન-ડેમાં પોતાની સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો. મેચ બાદ રોહિત શર્માએ સ્વીકાર્યું કે, બેટિંગમાં ભારતનો દિવસ નહોતો કેમ કે બેટ્સમેનોએ સારું પ્રદર્શન ન કર્યું.

રોહિત શર્માએ કહ્યું કે, તે નિરાશનજક છે, તેમાં કોઇ શંકા નથી. અમે પોતાની ક્ષમતા મુજબ ન રમ્યા. અમે બેટથી પોતાને લાગૂ ન કર્યા. અમે હંમેશાંથી જાણતા હતા કે તે પૂરતા રન નથી. એ 117 રનની પીચ નહોતી. કોઇ પણ પ્રકારે નહીં. અમે પોતાને લાગૂ ન કર્યા. એક વખત જ્યારે અમે શુભમન ગિલની વિકેટ પહેલી ઓવરમાં ગુમાવી દીધી, તો મેં અને વિરાટ કોહલીએ 30-35 રન જલદી હાંસલ કરી લીધા, પરંતુ પછી મેં પોતાની વિકેટ ગુમાવી દીધી અને અમે સતત 2 વિકેટ ગુમાવી.

રોહિતે કહ્યું કે, તેણે અમને બેકફૂટ પર લાવી દીધા. આ સ્થિતિથી વાપસી કરવાનું હંમેશાં મુશ્કેલ હોય છે. આજે અમારા માટે દિવસ નહોતો. રોહિત શર્માએ મિચેલ સ્ટાર્કના વખાણ કરતા કહ્યું કે, સ્ટાર્ક ક્વાલિટી બોલર છે. તે નવા બૉલથી ઓસ્ટ્રેલિયા માટે એમ કરતો આવી રહ્યો છે, તે પોતાની તાકત મુજબ બોલિંગ કરે છે. નવા બૉલને સ્વિંગ કરાવ્યો અને થોડે દૂર લઇ ગયો. બેટ્સમેનોને અનુમાન લગાવવા માટે મજબૂર કર્યો. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમની ઇનિંગ જલદી સમેટવામાં મિચેલ સ્ટાર્કે મહત્ત્વની ભૂમિકા ભજવી અને પ્લેયર ઓફ ધ મેચ બન્યો. તેણે 8 ઓવરમાં 53 રન આપીને 5 ભારતીય બેટ્સમેનોને આઉટ કર્યા, જેમાંથી 4 ટોપ બેટ્સમેન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp