ખરાબ સીઝન પર રોહિત શર્માએ કહ્યું- મેં મારા એક પણ ખેલાડીને હાર માનતા નથી જોયા

PC: BCCI

મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનું કહેવું છે કે તેઓ આગામી IPLમાં વધુ સ્ટ્રોન્ગ ટીમ બનીને કમબેક કરશે. પાંચ વાર IPL ટાઇટલ જીતનાર રોહિત શર્માએ માન્યુ હતુ કે આ સીઝન તેમના માટે સારી નથી રહી. જોકે તેનું એમ પણ કહેવું છે કે આ ખરાબ સીઝનમાં તેમના માટે પોઝિટિવ વાત એ છે કે ટીમમાં હજી પણ એકતા છે.

IPL 2023 મુંબઈ માટે  ખરાબ સીઝન સાબીત થઈ છે. આ સીઝનમાં તેઓ 10માંથી ફક્ત 5 મેચ જીત્યા છે. સીઝન વિશે વાત કરતાં રોહિતે કહ્યુ કે ‘અમારા માટે આ એક અનએક્સપેક્ટેડ સીઝન રહી છે. જોકે એમાંથી શીખીને અમે પોઝિટિવ વિચારધારા રાખવા માગીએ છીએ. એ જોવું ખૂબ જ સારું હતું કે કેવી રીતે ટીમ એક સાથે રહીને એકબીજાને સપોર્ટ કરે છે. અમે પહેલાં કરતા વધુ સ્ટ્રોન્ગ બનીને કમબેક કરીશું.’

પાંચ વાર IPL જીતનાર કેપ્ટને આ વિશે વધુ કહ્યુ હતુ કે ‘ટીમમાં એકતા હોવી એ સારી વાત છે. મેં મારા એક પણ ખેલાડીને હાર માનતા નથી જોયા. અમે એક ફેમિલીની જેમ સાથે રહ્યા છીએ. તેઓ દરેક ટ્રેનિંગમાં તેમનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરતા હતા અને મને એના પર ગર્વ છે. ટીમમાં એકબીજા સાથેનું ટ્યુનિંગ ખૂબ જ સારું રહ્યુ છે. અમારું એક લક્ષ્ય હતુ અને દરેક વ્યક્તિ એના પર કામ કરી રહ્યું હતું.’

યુવા પ્લેયર્સના વખાણ કરતાં રોહિતે કહ્યુ હતુ કે ‘મુંબઈ ઇન્ડિયન્સે ભલે આ સીઝનમાં સારું પર્ફોર્મન્સ ન કર્યુ હોય, પરંતુ ટીમનું ભવિષ્ય વધુ ઉજ્જવળ દેખાઈ રહ્યું છે. એનું સૌથી મોટું કારણ ટીમમાં હાજર કેટલાક યુવા પ્લેયર્સ છે.’

યુવા પ્લેયર્સના માઇન્ડસેટને લઈને રોહિતે કહ્યુ હતુ કે ‘આ પ્લેયર્સમાંથી કેટલાક જબરદસ્ત પ્લેયર્સ બનવા જઈ રહ્યાં છે. તેમણે પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું અને અમારા માટે એ સૌથી ખુશીની વાત હતી. તેઓ માનસિક રૂપે ખૂબ જ સ્ટ્રોન્ગ છે અને તેમનામાં એ ભૂખ જોવા મળી રહી છે. તેમાના કેટલાક લોકો પહેલી વાર રમી રહ્યા હતા એથી તેમને કમ્ફર્ટેબલ મહેસૂસ કરાવવું અમારું કામ હતું. મેનેજમેન્ટ દ્વારા આ માટે સપોર્ટ મળવો ખૂબ જ જરૂરી છે અને મને ખુશી છે કે અમને એ મળ્યો છે. તેમણે અમને ફ્રીડમ અન સપોર્ટ આપ્યો અને એથી અમે એક ઉજ્જવળ ભવિષ્ય જોઈ રહ્યાં છીએ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp