ચોથી ટેસ્ટ અગાઉ રવિ શાસ્ત્રીના નિવેદન પર ગુસ્સે ભરાયો રોહિત, જુઓ શું કહ્યું

PC: BCCI

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સીરિઝની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ આજથી અમદાવાદમાં રમાય રહી છે. ભારતીય ટીમ આ સીરિઝમાં 2-1થી આગળ ચાલી રહી છે. ભારતને સીરિઝની ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં મળેલી હાર બાદ ભારતીય ટીમની ખૂબ નિંદા કરવામાં આવી. ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ તો અહીં સુધી કહી દીધું હતું કે ભારતીય ટીમ થોડી ઓવરકોન્ફિડેન્સમાં હતી, જ્યાં તેમણે વસ્તુને નક્કી માની લીધી હતી.

હવે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ તેને લઈને જવાબ આપ્યો છે. રોહિત શર્માએ રવિ શાસ્ત્રીના એ નિવેદનને બકવાસ કરાર આપી દીધો, જેમાં તેમણે કહ્યું હતું કે, ભારતીય ટીમ ઓવરકોન્ફિડેન્સના કારણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈન્દોર ટેસ્ટ મેચમાં હારી ગઈ હતી. રોહિત શર્માએ ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અગાઉ કહ્યું કે, ઈમાનદારીથી કહું તો જ્યારે તમે બે મેચ જીતી જાઓ છો તો બાહ્ય લોકોને લાગે છે કે અમે ઓવરકોન્ફિડેન્સમાં છીએ. એ પૂરી રીતે બકવાસ છે કેમ કે તમે બધી મેચોમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માગો છો.

રોહિત શર્માએ આગળ કહ્યું કે, તમે 2 મેચ જીતીને રોકાવા માગતા નથી. એ એટલું જ સરળ છે? નિશ્ચિત રૂપે એ બધા લોકો જ્યારે ઓવરકોન્ફિડેન્સની વાત કરે છે અને ખાસ કરીને ત્યારે જ્યારે તેઓ ડ્રેસિંગ રૂમનો હિસ્સો હોતા નથી તો તેમને ખબર હોતી નથી કે ડ્રેસિંગ રૂમમાં કયા પ્રકારની ચર્ચા થઈ છે. રોહિત શર્માનો આ જવાબ એવા વ્યક્તિ માટે હતો જે અત્યાર સુધી ટ્રીમન મુખ્ય રણનીતિકાર હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, અમે બધી મેચોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માગીએ છીએ અને જો આ કોઈ બાહ્ય વ્યક્તિને ઓવરકોન્ફિડેન્સ કે એવું કંઈક લાગે છે તો તે વાસ્તવમાં અમારા માટે મહત્ત્વ ધરાવતું નથી.

રોહિત શર્માએ કહ્યું કે, રવિ શાસ્ત્રી પોતે આ ડ્રેસિંગ રૂમનો હિસ્સો રહી ચૂક્યા છે અને તેઓ જાણે છે કે જ્યારે અમે રમીએ છીએ તો અમારી પ્રાથમિકતા કયા પ્રકારની હોય છે. તે ઓવરકોન્ફિડેન્સ નહીં, પરંતુ નિર્મમ બનવા સાથે જોડાયેલું છે. નિર્મમ એવો શબ્દ છે જે દરેક ક્રિકેટરના મનમાં આવે છે અને જ્યારે વિરોધી ટીમ વિદેશ પ્રવાસ પર હોય તો તેને થોડો પણ ચાન્સ ન આપવા સાથે જોડાયેલો છે. જ્યારે અમે વિદેશનો પ્રવાસ કરીએ છીએ તો અમે પણ એવો અનુભવ કરીએ છીએ.

ભારત અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચ ભારતીય ટીમ માટે ખૂબ મહત્ત્વની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલમાં ડાયરેક્ટ એન્ટ્રી મેળવવા માટે ભારતે આ મેચ જીતવી પડશે. નહીં તો તેણે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે થનારી ટેસ્ટ સીરિઝની રાહ જોવી પડશે. ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ક્વાલિફાઈ કરી ચૂકી છે. એવામાં ભારત કે શ્રીલંકામાંથી કોઈ એક ટીમ ફાઇનલમાં જઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp