કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યો મેચનો ટર્નિંગ પોઇન્ટ, 4 ખેલાડીઓના કર્યા ભરપેટ વખાણ

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ દિલ્હી ટેસ્ટમાં મળેલી જીત બાદ બોલરોના વખાણ તો કર્યા જ સાથે જ તેણે આ મેચનો ટર્નિંગ પોઇન્ટ પણ બનાવ્યો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયન ટીમને 6 વિકેટથી હરાવીને સીરિઝમાં 2-0થી લીડ હાંસલ કરી લીધી છે. આ ટેસ્ટ મેચના 2 દિવસ સુધી ઓસ્ટ્રેલિયન પક્ષ ભારે રહ્યો, પરંતુ ત્રીજા દિવસે ભારતીય બોલરોએ બધાને હેરાન કરતા શાનદાર બોલિંગ કરી અને મહેમાન ટીમને 113 રનો પર જ સમેટી દીધી.

બોલરો સિવાય આ મેચનો ટર્નિંગ પોઇન્ટ ભારતીય બેટિંગમાં પણ દેખાયો. જેના પર રોહિત શર્માએ પોતાના વિચાર રાખ્યા છે. મેચ સમાપ્ત થયા બાદ રોહિત શર્માને ગેમ ચેન્જિંગ મોમેન્ટને લઇને સવાલ કરવામાં આવ્યો હતો, જેના પર તેણે કહ્યું કે, આ ટેસ્ટ મેચની 4 ઇનિંગમાં ઘણી બધી એવી ક્ષણ આવી, પરંતુ મને લાગ્યું કે રવીન્દ્ર જાડેજા-વિરાટ કોહલી અને અક્ષર પટેલ-રવિચંદ્રન અશ્વિન વચ્ચે થયેલી શાનદાર પાર્ટનરશિપ આ મેચનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો.

તેણે કહ્યું કે, મને લાગે છે અમે પોતાના માટે સંતુલન બનાવ્યું છે, જેના કારણે આ એક મોટી મદદ મળી. ઓસ્ટ્રેલિયન ટીમ વિરુદ્ધ મળેલી મહત્ત્વની જીત બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ મોટી પ્રતિક્રિયા આપતા બોલરોના વખાણ કર્યા. તેણે આ સંદર્ભમાં કહ્યું કે, મને લાગે છે કે બોલર શાનદાર રહ્યા. આજે સવારે 9 વિકેટ લેવી ખૂબ પ્રશંસાપાત્ર હતી. અમારે બસ સારા એરિયામાં બૉલ ફેકવાનો હતો, જેથી વિપક્ષી ટીમ ભૂલ કરે અને બરાબર એમ જ થયું. મેં જોયું કે પહેલા સેશનમાં કરવા માટે ઘણું બધુ હતું, પરંતુ જેમ-જેમ રમત આગળ વધતી ગઇ પીચ વધુ ધીમી થતી ગઇ. અમારું ધ્યાન સવારના સત્ર પર હતું અને જેમ કે આપણને ખબર છે કે આપણાં બોલર આ પ્રકારની પરિસ્થિતિમાં માસ્ટર હોય છે.

હાર બાદ કેપ્ટન પેટ કમિન્સે કહ્યું હતું કે, મને લાગ્યું કે ઇનિંગમાં 260 (263)નો સ્કોર સારો હતો, પરંતુ ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરી. તમે માત્ર 1-2 સારી પાર્ટનરશિપ સાથે 260ના સ્કોર સુધી સરળતાથી પહોંચી શકો છો. પહેલી ઈંગ સુધી બધુ બરાબરી પર હતું. મને એ વાતથી ખૂબ નિરાશા થઇ કે મેચ અમારા હાથમાં હતી, પરંતુ અમે તેને ગુમાવી દીધી. અમારે એ વાતની સમીક્ષા કરવી પડશે કે અમે શું અલગ કરી શકીએ છીએ. દરેક પોતાની રમતને કંટ્રોલ કરી શકે છે. કેટલાક બૉલ પર માત્ર તમારું નામ હોય છે. અમારે બેટિંગમાં શૉટ સિલેક્શનની પણ સમીક્ષા કરવી પડશે. બંને મેચ નિરાશાજનક રહી, ખાસ કરીને બીજી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.