ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ રોહિતે કહી આ ચોંકાવનારી વાત, જણાવ્યું હારનું કારણ

PC: BCCI

ભારત વર્સીસ ઓસ્ટ્રેલિયા સીરિઝની ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ આશરે સવા બે જ દિવસમાં પૂર્ણ થઈ ગઈ. સીરિઝમાં પહેલીવાર ભારતીય ટીમ હારી છે અને આ મેચની હાર કેપ્ટન રોહિત શર્મા માટે મુશ્કેલી બનવાની છે. ટીમ ઈન્ડિયાનું સપનું હતું કે, ઈન્દોર ટેસ્ટ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા જ્યાં એક તરફ ICC ની ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનની ખુરશી પર કબ્જો કરી લેશે, તેમજ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ એન્ટ્રી કરી જશે પરંતુ, તે પૂરું ના થઈ શક્યું. એટલું જરૂર થયુ કે, ઓસ્ટ્રેલિયન ટીમ પહેલી બે મેચ હાર્યા બાદ પણ WTCના પોઈન્ટ્સ ટેબલમાં નંબર વન પર બની રહી અને સીરિઝની ત્રીજી મેચ જીતીને ટીમે ફાઇનલમાં પણ પોતાની સીટ સુરક્ષિત કરી લીધી છે. આ દરમિયાન મેચ હાર્યા બાદ કેપ્ટન રોહિતનું દુઃખ છલકાયુ હતું. કેપ્ટને મેચ બાદ જે વાતો કહી છે, તે તમારે પણ જાણવી જોઈએ.

કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, જ્યારે તમે ટેસ્ટ હારો છો તો ઘણી ખામીઓ નીકળે છે. રોહિત શર્માએ એ વાતનો સ્વીકાર કર્યો કે, અમે પહેલી ઈનિંગમાં યોગ્ય રન ના બનાવ્યા. ત્યારબાદ જ્યારે તમારા 88 રનથી પહેલી ઈનિંગમાં પાછળ રહી ગયા છો તો અમારે બીજી ઈનિંગમાં વધુ સારી બેટિંગ કરવાની હતી. પરંતુ, દુર્ભાગ્યથી અમે એવુ ના કરી શક્યા. WTC ફાઇનલને લઈને રોહિત શર્માએ કહ્યું કે, અમે અમદાવાદમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વાત નથી વિચારી. અમારે આ દરમિયાન વિચારવુ અને સમજવુ પડશે કે અમે શું ખોટું કર્યું અને ક્યાં ભૂલ થઈ ગઈ. અમારે આગળ ક્યાં વધુ સારું કરવાનું છે, એ પણ વિચારવુ પડશે.

રોહિત શર્માએ કહ્યું કે, પડકારજનક પિચો પર તમારે વધુ સારું કરવાનું હોય છે. પરંતુ, અમે કદાચ તેમને એટલે કે ઓસ્ટ્રેલિયાને એક જ જગ્યાએ ટપ્પો ખવડાવીને વારંવાર તક આપી. સાથે જ રોહિત શર્માએ કહ્યું કે, અમે પહેલી બે મેચોની બેટિંગમાંથી કંઈક શીખી શકીએ છીએ. તેમનું કહેવુ છે કે, એક મેચમાં અમે ખરાબ રમી શકીએ છીએ. અમે ઈચ્છતા હતા અને આશા હતી કે, કેટલાક ખેલાડી અમને જીત તરફ લઈ જશે પરંતુ, એવુ ના થઈ શક્યું, આથી અમે મેચમાં પાછળ રહી ગયા અને આખરે હાર મળી.

મેચની વાત કરીએ તો ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા પોતાની તમામ વિકેટ ગુમાવીને માત્ર 109 રન જ બનાવી શકી હતી, ત્યારબાદ જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા બેટિંગ માટે ઉતરી તો તેણે 197 રન બનાવી દીધા અને પહેલી ઈનિંગના આધાર પર 88 રનથી પાછળ રહી ગઈ. ત્યારબાદ બીજી ઈનિંગમાં પણ એ જ થયુ. આ વખતે પૂરી ટીમ ઈન્ડિયા મળીને 163 રન જ બનાવી શકી અને ઓસ્ટ્રેલિયા સામે જીત માટે 76 રનનો જ ટાર્ગેટ હતો.

જોકે, મેચના ત્રીજા દિવસે બીજી જ બોલ પર રવિચંદ્રન અશ્વિને ઓપનિંગ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાને આઉટ કરીને એ સંભાવના બનાવી હતી કે મેચમાં રોમાંચ બાકી છે. જ્યારે પહેલી વિકેટ પડી તો બીજી જ બોલ હતી અને ટીમ એક પણ રન બનાવી શકી ન હતી. પરંતુ, માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડે આવીને ટીમને આગળ લઈ જવાનું કામ કર્યું. ત્યારબાદ, 18.5 ઓવરમાં જ 78 રન બનાવીને મેચ નવ વિકેટથી પોતાના નામે કરી લીધી. જોકે, જોવુ રસપ્રદ રહેશે કે છેલ્લી મેચ જે નવ માર્ચે શરૂ થશે, તેમા ભારતીય ટીમ કેવુ પ્રદર્શન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp