શું રોહિત શર્મા T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો છે? તેણે પોતે જ કર્યું ક્લિયર

PC: thequint.com

ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે છે અને ત્યાં 5 મેચોની T20 સીરિઝ રમવામાં વ્યસ્ત છે, પરંતુ તેની આ સીરિઝની શરૂઆત ખરાબ રહી છે. શરૂઆતી બંને મેચમાં ભારતીય ટીમને હારવું પડ્યું છે અને તે આ સીરિઝમાં 0-2થી પાછળ છે. T20 સીરિઝમાં ભારતીય ટીમની કેપ્ટન્સી હાર્દિક પંડ્યા કરી રહ્યો છે. તો નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ટીમનો હિસ્સો નથી. આ પહેલી વખત નથી જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેને કોઈ T20 સીરિઝથી આરામ આપવામાં આવ્યો હોય.

જોવા જઈએ તો ગયા વર્ષે થયેલા T20 વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આ ફોર્મેટમાં એક પણ મેચ રમી નથી નથી. જેના કારણે વિરાટ કોહલી અને રોહિત શર્માના T20 કરિયરને લઈને સતત અટકળોનો બજાર ગરમ રહે છે. કહેવામાં તો એમ પણ આવી રહ્યું છે કે અજીત અગરકરની આગેવાનીવાળી સિલેક્શન કમિટી આગામી T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં એક યુવા ટીમને ઉતારવા માગે છે. હવે રોહિત શર્માએ T20 ક્રિકેટમાં પોતાના ભવિષ્યને લઈને મોટું નિવેદન આપ્યું છે.

રોહિત શર્મા પોતાને T20 વર્લ્ડ કપ 2024ની રેસમાં અત્યારે પણ માને છે. રોહિતે કેલિફોર્નિયામાં અકાદમીના લોન્ચિંગ દરમિયાન કહ્યું કે, આગામી T20 વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડીઝ અને USAમાં થવા જઈ રહ્યો છે. એવામાં તે ફરીથી આવવા માગે છે. ઉલ્લેખનીય છે કે રોહિત શર્માએ કેલિફોર્નિયામાં ક્રિકેટ અકાદમી લોન્ચ કરી છે, જેનું નામ ક્રિક કિંગડમ છે. રોહિત કહે છે કે, અહી (અમેરિકા) આવવાનું એક અન્ય કારણ પણ છે કેમ કે તમે જાણો છો કે વર્લ્ડ કપ આવી રહ્યો છે.

જૂનમાં દુનિયાના આ હિસ્સામાં T20 વર્લ્ડ કપ 2024 રમાશે. મને પૂરો વિશ્વાસ છે કે દરેક તેને લઈને ઉત્સાહિત હશે. અમે પણ તેની રાહ જોઈ રહ્યા છીએ. ભારતે T20 વર્લ્ડ કપની સમાપ્તિ બાદ હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં જ T20 મેચો રમી છે. આ દરમિયાન ઘણા યુવા ચહેરાઓને અજમાવવાના આવ્યા છે. છેલ્લા 2 T20 વર્લ્ડ કપ સાથે સાથે એશિયા કપ 2022માં ભારતના ખરાબ પ્રદર્શન બાદ રોહિત ટીકાકારોના નિશાના પર આવી ગયો હતો.

રોહિત અને કોહલી બંને જ હાલના દિવસોમાં ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. હવે બંને ખેલાડી એશિયા કપ અને ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનાર વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર રમત દેખાડવા માગશે. ICC T20 વર્લ્ડ કપ 2024નું આયોજન આગામી વર્ષે જૂન મહિનામાં વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકન ધરતી પર થવાનું છે. જોવા જઈએ તો અમેરિકામાં પહેલી વખત કોઈ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટનું આયોજન થશે. ઇંગ્લેન્ડની ટીમ હાલની T20 ચેમ્પિયન છે, જેણે ગયા વર્ષે પાકિસ્તાનને હરાવીને ટ્રોફી જીતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp