ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં રોહિત ટીમમાં બદલાવ કરશે, આ ખેલાડીઓ બહાર થશે

PC: dnaindia.com

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વન-ડે સીરિઝની ત્રીજી મેચ 24 જાન્યુઆરીએ ઇંદોરમાં રમાવવાની છે. ટીમ ઇન્ડિયા 3 મેચની આ સીરિઝમાં બે મેચ જીતીને આમ તો સીરિઝ પોતાના નામે કરી જ લીધી છે, પરંતુ ત્રીજી મેચ જીતીને ટીમ ઇન્ડિયા ક્લીન સ્વીપ કરી શકે છે. એવા ધારણા રાખવામાં આવી રહી છે કે ટીમ ઇન્ડિયા ત્રીજી વન-ડેમાં ટીમમાં મોટા ફેરફાર કરી શકે છે. કેટલાંક મહત્ત્વના ખેલાડીઓને અંતિમ મેચમાં આરામ આપવામાં આવી શકે છે.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ બીજી વન-ડે પછી ઝડપી બોલરોના વખાણ કર્યા હતા. મોહમંદ શમી અને મોહમંદ સિરાજે તાજેતરમાં ભારતીટ ટીમ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. પરંતુ ટીમ ઇન્ડિયાની નજર ઓસ્ટ્રેલિયાની સામે રમાનારી ટેસ્ટ સીરિઝ પર પણ છે. એવામાં એવું માનવામાં આવી રહ્યું છે કે મોહમંદ શમી અને મોંહમદ સિરાજ બંને ફાસ્ટ બોલર્સને ત્રીજી વન-ડેમાં આરામ આપવામાં આવી શકે છે.

ટીમ કોમમ્બિનેશને જોઇએ તો મોહમંદ શમી અને મોહમંદ સિરાજને ત્રીજી વન-ડેમાં આરામ આપવામાં આવી શકે છે, જેનું કારણ એવું છે કે ઓસ્ટ્રેલિયા સામે લાંબી ટેસ્ટ સીરિઝ રમવાની છે. મોહમંદ સિરાજ અને મોહમંદ શમીના સ્થાન પર પ્લેઇંગ-11માં ઉમરાન મલિક અને શહબાજ અહમદને ત્રીજી વન-ડેમાં ચાન્સ મળી શકે છે.

જો કે ટીમ ઇન્ડિયા કદાચ વધારે બદલાવ કરવા ઇચ્છશે નહીં, કારણ કે હજુ સુધી સીરિઝમા યુઝવેન્દ્ર ચહલને પણ તક મળી નથી. એવામાં પ્લેઇંગ-11માં ચહલને સામેલ કરવામાં આવી શકે છે. જો આમ થાય તો કુલદીપ યાદવ અથવા વોશિંગ્ટન સુંદરને આરામ આપવામાં આવી શકે છે.

ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં આ ખેલાડીઓ હશે. રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત, હાર્દિક પંડ્યા, રજત પાટીદાર, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક

ટીમ ઇન્ડિયા હમણાં હમણાં જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. તાજેતરમાં જ શ્રીલંકાની સામે T-20 અને વન-ડે સીરિઝ જીત્યા પછી ન્યૂઝીલેન્ડની સામે શરૂ થયેલી વન-ડે સીરિઝમાં પણ ભારતે બાજી મારી છે. પહેલી વન-ડે મેચ ભારતે 12 રનથી અને બીજી મેચ 8 વિકેટથી જીતી હતી. હવે 24 જાન્યુઆરીએ ઇંદોરમાં ત્રીજી વન-ડે રમાવવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp