રોહિત મારી રહ્યો હતો ચોગ્ગા-છગ્ગા, અમિતાભ બચ્ચન રિતિકાને શોધતા હતા,જણાવ્યું કારણ

PC: jansatta.com

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ રવિવારે પાકિસ્તાન સામે શાનદાર ઇનિંગ રમી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈ પ્રોફાઈલ વર્લ્ડ કપ મેચમાં રોહિત તેના હિટમેન અવતારમાં જોવા મળ્યો હતો. મેદાનના ખૂણે ખૂણે છગ્ગા અને ચોગ્ગા ફટકારવામાં આવી રહ્યા હતા. સ્ટેડિયમમાં હાજર ચાહકો અને TV પર મેચ જોઈ રહેલા લાખો ક્રિકેટ ચાહકોની નજર રોહિત શર્મા પર હતી, પરંતુ બોલિવૂડમાં સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન રોહિત શર્માની પત્ની રિતિકાને શોધી રહ્યા હતા.

અમિતાભ બચ્ચનનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો રહ્યો નથી. તેમણે ઘણા પ્રસંગોએ બતાવ્યું છે કે, તેમના દિલમાં ક્રિકેટ માટે કેટલો ઉત્સાહ અને જુસ્સો ધરાવે છે. અમદાવાદમાં પાકિસ્તાન સામે ભારતની જીત પછી તેમણે ટ્વીટ કર્યું હતું કે, તે મેચ દરમિયાન TV પર રિતિકા સજદેહને શોધી રહ્યા હતા.

અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને લખ્યું, 'રોહિત શર્મા, આજની જીત એકદમ શાનદાર હતી. આખા દેશ અને સ્ટેડિયમે તે અનુભવ્યું, પરંતુ હું સન્માન સાથે તમને કહેવા માંગુ છું કે, હું પ્રેક્ષકોની ભીડમાં તમારી પત્નીના ચહેરાને શોધી રહ્યો હતો. તે ચહેરા પર એક સાચી ખુશી દેખાતી હોય છે.' રિતિકા ઘણીવાર મેચ દરમિયાન તેની આંગળીઓ ક્રોસ કરીને બેસે છે. આ એક પ્રકારની તૃટકો છે, જે તે પતિ રોહિતની બેટિંગ અને ટીમની જીત માટે કરતી હોય છે.

સચિન તેંડુલકરથી લઈને વીરેન્દ્ર સેહવાગ સુધી, ક્રિકેટ જગતે ભારતીય ટીમની કટ્ટર હરીફ પાકિસ્તાન પર મોટી જીત મેળવ્યા પછી તેની પ્રશંસા કરી હતી. આ જીત પછી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર પર કટાક્ષ કર્યો હતો. મેચના એક દિવસ પહેલા (શુક્રવારે) અખ્તરે તેંડુલકરના આઉટ થયાનો ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, 'જો તમારે કાલે આવું જ કંઈક કરવું હોય, તો ચિત્તને શાંત રાખો.' સચિન તેંડુલકરે શનિવારે તેનો જવાબ આપ્યો અને લખ્યું હતું કે, 'મારા મિત્ર, તમે આપેલી સલાહને ફોલો કરી, અને ઘણું બધું એકદમ શાંત જ રાખ્યું.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp