
વર્લ્ડનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રૉનાલ્ડો સાથે છેલ્લા કેટલાક મહિનાઓથી કંઇ પણ સારું ચાલી રહ્યું નથી. પોર્ટુગીઝ ખેલાડી રૉનાલ્ડો માટે ફિફા વર્લ્ડ કપ કોઇ માઠા સપનાથી ઓછો નહોતો. પછી રોનાલ્ડોએ ઇંગ્લિશ ક્લબ મેનચેસ્ટર યુનાઇટેડ છોડીને સાઉદી અરબના ક્લબ અલ-નાસેર (Al-Nasser)ને જોઇન્ટ કર્યું. તેની સાથે ક્રિસ્ટિયાનો રૉનાલ્ડોએ સાઉદી સુપર કપમાં અલ-નાસેર ક્લબ માટે ડેબ્યૂ મેચ રમી, જે ખૂબ નિરાશાજનક રહી. આ મેચ અલ-ઇત્તિહાદ ટીમ વિરુદ્ધ હતી, જેમાં ક્રિસ્ટિયાનો રૉનાલ્ડોની ટીમને 1-3થી હારનો સામનો કરવો પડ્યો.
5 વખતનો બેલોન ડી’ ઓર એવોર્ડ વિજેતા રૉનાલ્ડો આ ડેબ્યૂ મેચમાં કોઇ ગોલ ન કરી શક્યો. ત્યારબાદ ફેન્સે મેદાન પર જ ક્રિસ્ટિયાનો રૉનાલ્ડોની મજાક ઉડાવવાની શરૂઆત કરી દીધી. એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં મેચ હાર્યા બાદ ક્રિસ્ટિયાનો રૉનાલ્ડો અને ટીમના બાકી સાથી મેદાનથી બહાર ડ્રેસિંગ રૂમ તરફ જતા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન અલ-ઇત્તિહાદ ટીમના ફેન્સ જોર-જોરથી મેસી-મેસી નામના નારા લગાવે છે.
🐕 شاهد كيف ودعت جماهير #الاتحاد لاعب فريق النصر كريستيانو رونالدو #الاتحاد_النصر pic.twitter.com/7NVR73VEbc
— قصي نقادي (@Qusay_itfc) January 26, 2023
આ દરમિયાન ક્રિસ્ટિયાનો રૉનાલ્ડો લંગડાઇને ચાલી રહ્યો હોય છે. કદાચ તેને પગમાં સામાન્ય ઇજા થઇ હોય. આ દરમિયાન ફેન્સની વાતો પર ધ્યાન ન આપતા, તે માથું નીચું કરીને જતો રહે છે. સાઉદી સુપર કપ સેમીફાઇનલમાં અલ-નાસેરને અલ-ઇત્તિહાદ વિરુદ્ધ 3-1થી હાર મળી છે. આ હાર બાદ ટીમના મેનેજર રુડી ગાર્સિયાએ સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રૉનાલ્ડો પર નિશાનો સાધ્યો છે. રોનલ્ડોએ મેચમાં ગોલ કરવાનો સારો અવસર ગુમાવ્યો હતો, જેના કારણે ગાર્સિયાએ રોનાલ્ડોની ટીમને હારની જવાબદાર ગણાવી છે. નવા ક્લબ માટે 2 મેચ રમ્યા છતા રૉનાલ્ડો અત્યાર સુધી એક પણ ગોલ કરી શક્યો નથી.
ગાર્સિયાએ કહ્યું કે, મેચનું વલણ બદલનારી વસ્તુ પહેલા હાફમાં રૉનાલ્ડો દ્વારા ગોલ કરવાનો ચાંસ ગુમાવવાનું રહ્યું. વિપક્ષી ટીમે પહેલા હાફમાં અમારાથી સારી રમત દેખાડી. લિયોનલ મેસીએ પોતાની કેપ્ટન્સીમાં આર્જેન્ટિનાને ગયા વર્ષે ફિફા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવ્યો છે. આ વર્લ્ડ કપ કતરમાં રમાયો હતો. મેસી ફ્રાંસ ક્લબ PSG માટે રમે છે. આ મહિને એટલે કે 19 જાન્યુઆરીના રોજ PSG અને રિયાદ ઇલેવન વચ્ચે એક ફ્રેન્ડલી મેચ રમાઇ હતી, તેમાં મેસી અને ક્રિસ્ટિયાનો રૉનાલ્ડો સામસામે હતા. આ મેચ પણ મેસીની ટીમે 5-4થી જીતી લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp