અમદાવાદની હોટલમાં રોયલ વેલકમ, રોહિતને ભેટી પડ્યો બાબર, જુઓ વીડિયો

PC: sportskeeda.com

ODI વર્લ્ડ કપ પહેલા અમદાવાદમાં એક ઈવેન્ટ યોજાશે. આ માટે રોહિત શર્મા સહિત તમામ ટીમોના કેપ્ટન અમદાવાદ પહોંચ્યા હતા. આ દરમિયાન બાબર આઝમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે હિટમેનને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે.

પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમ આજે હૈદરાબાદથી અમદાવાદ પહોંચ્યો હતો. અમદાવાદના ઐતિહાસિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે સાંજે 7 વાગે યોજાનાર ODI વર્લ્ડ કપ 2023ની શરૂઆતના એક દિવસ પહેલા જ તે કેપ્ટન ડે ઇવેન્ટમાં ભાગ લેવા અહીં આવ્યો છે. અમદાવાદ પહોંચતા બાબર આઝમનું પરંપરાગત રીતે શાહી શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી તે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને ગળે લગાવતો જોવા મળ્યો હતો.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અમદાવાદમાં યોજાનારી ઈવેન્ટ માટે હૈદરાબાદથી નીકળીને બાબર આઝમ અમદાવાદની હોટલમાં આવ્યો ત્યાં સુધીની ઝલક શેર કરી છે. વીડિયોમાં જોવા મળે છે કે, બાબર આઝમ હૈદરાબાદથી રવાના થાય છે અને ત્યારપછી પ્લેનમાંથી હૈદરાબાદ અને અમદાવાદનો અદભૂત નજારો દેખાય છે. જ્યારે તે એરપોર્ટ પર ઉતરે છે ત્યારે તેણે પ્લેનના સ્ટાફ સાથે ફોટો પડાવ્યો હતો.

આ પછી અમદાવાદમાં તેનું સ્વાગત કરવામાં આવ્યું છે. તેના સિવાય અન્ય 9 ટીમોના કેપ્ટન પણ અહીં હાજર રહેશે. વીડિયોના અંતમાં જોવા મળે છે કે, તે રોહિત શર્માને ગળે લગાવી રહ્યો છે. બંને દમદાર ટીમના કેપ્ટનો વચ્ચે કેટલીક વાતચીત પણ થતી જોવા મળે છે. ચાહકોને આ બંનેનો ભાઈચારો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. થોડા જ સમયમાં આ વીડિયોને 10 હજારથી વધુ લાઈક્સ અને 3 લાખથી વધુ વ્યૂઝ મળી ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થશે. આ પહેલા પાકિસ્તાન ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત 6 ઓક્ટોબરે નેધરલેન્ડ સામેની મેચથી કરવાનું છે. આ મેચ હૈદરાબાદમાં રમાશે. બીજી તરફ ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈના M.A. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમશે. આ મેચ 8 ઓક્ટોબરે રમાશે. અહીં તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનની ટીમ તેની બંને પ્રેક્ટિસ મેચ હારી ગઈ હતી, જ્યારે ટીમ ઈન્ડિયાની બંને મેચ વરસાદને કારણે થઈ શકી જ ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp