આર.પી.સિંહે જણાવ્યું- વર્લ્ડ કપ 2023મા નંબર 4 માટે બેસ્ટ ઓપ્શન કોણ છે?

પૂર્વ ફાસ્ટ બોલર આર.પી. સિંહે ભારતમાં રમાનારા આગામી વન-ડે વર્લ્ડ કપમાં શ્રેયસ ઐય્યરની સંભવિત અનુપસ્થિતિમાં બેટિંગમાં ચોથા ક્રમ પર સૂર્યકુમાર યાદવના ઉપયોગનું સમર્થન કર્યું. તેણે કહ્યું કે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના આ વૈશ્વિક આયોજન અગાઉ તેને આ ક્રમમાં પૂરતા અવસર આપવામાં આવવા જોઈએ. ભારતીય ટીમને વર્ષ 2019ના વર્લ્ડ કપમાં ચોથા ક્રમ પર મજબૂત બેટ્સમેન ન હોવાનું પરિણામ ભોગવવું પડ્યું હતું. શ્રેયસ ઐય્યર ઇજાગ્રસ્ત હોવાના કારણે 4 વર્ષ બાદ ટીમ માટે આ મુદ્દો પરેશાનીનું કારણ છે.

સૂર્યકુમાર યાદવ અત્યાર સુધી વન-ડે ક્રિકેટમાં પોતાની T20ની ક્ષમતાનું પુનરાવર્તન કરવામાં નિષ્ફળ રહ્યો છે. તેણે છેલ્લી 16 વન-ડે મેચોમાં કોઈ અડધી સદી બનાવી નથી. જો કે, આર.પી. સિંહનું કહેવું છે કે સૂર્યકુમાર યાદવના વિકલ્પને ફગાવવો મૂર્ખતાપૂર્ણ હશે. શ્રેયસ ઐય્યર સાથે સૂર્યકુમાર યાદવ નંબર-4 માટે એક સારો વિકલ્પ છે શરત સાથે કે તે ફિટ હોય, પરંતુ જો તમે તેને એક વિકલ્પના રૂપમાં પણ જોઈ રહ્યા છો તો તેની આગામી મેચોમાં ઉપયોગ મહત્ત્વપૂર્ણ હશે. તે નિશ્ચિત રૂપે એક સારો વિકલ્પ છે.

આર.પી. સિંહે Jio સિનેમા દ્વારા આયોજિત એક વાતચીત દરમિયાન કહ્યું કે, ‘સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી વન-ડે ક્રિકેટમાં પોતાની છાપ છોડી નથી, પરંતુ જે પ્રકારે તે બેટિંગ કરે છે અને જે પ્રકારનો તે બેટ્સમેન છે તે નંબર 4 કે 5 માટે એક સારો વિકલ્પ હોય શકે છે. મુખ્ય ટૂર્નામેન્ટ અગાઉ તમારી પાસે હંમેશાં વિકલ્પ હોવા જોઈએ. T20 ક્રિકેટમાં તેનું હાલનુ ફોર્મ ખૂબ સારું રહ્યું છે. વન-ડે ફોર્મેટ અલગ છે કેમ કે તમારી પાસે (સામનો કરવા માટે) વધુ સંખ્યામાં બૉલ હોય છે. આ કારણે તેણે પોતાની યોજનામાં બદલાવ કરવો પડશે.

ગત સીરિઝમાં સતત 3 વખત ડક અને વન-ડેમાં અત્યાર સુધી પોતાને ઢાળી ન શકવાના કારણે ફેન્સ ચિંતિત છે. પંજાબ કેસરી સાથે વાત કરતા આર.પી. સિંહે કહ્યું કે, સૂર્યકુમાર બેકઅપના રૂપમાં પણ ભૂમિકા ભજવી શકે છે. આમ પણ નંબર-4 માટે ટીમ પાસે વધુ ઓપ્શન નથી. સૂર્યકુમાર યાદવ જે કામ માટે જાણીતો છે, તે વન-ડેમાં આવવાનું બાકી છે, પરંતુ જે પ્રકારે તે બેટિંગ કરી રહ્યો છે, તેની પાસે નંબર-4 અને 5 પર બન્યા રહેવાનું ઓપ્શન છે અને જ્યારે તમે કોઈ મોટી પ્રતિયોગિતા અને ટૂર્નામેન્ટમાં જાવ છો તો તમારી પાસે બેકઅપ ઓપ્શન પણ હોવું જોઈએ જેથી કોઈ કારણસર કોઈ નથી રમતો તો બેકઅપમાં રાખેલો ખેલાડી તેનું કામ કરે છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.