રિયાન પરાગે ડૂબાડ્યું RRને તો ગુસ્સે ભરાયા ફેન્સ, આ રીતે ટ્વીટર પર કાઢ્યો ગુસ્સો

PC: twitter.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં રાજસ્થાન રોયલ્સ (RR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે બુધવારે મેચ રમાઈ હતી. ટોસ હારીને પહેલા બેટિંગ કરતાં લખનૌ સુપર જાયન્ટ્સે સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 154 રન જ બનાવ્યા હતા. તેને જોઈને લાગી રહ્યું હતું કે રાજસ્થાન રોયલ્સ આ મેચ સરળતાથી પોતાના નામ કરી લેશે. શરૂઆત પણ સારી રહી હતી, પરંતુ અંતમાં રાજસ્થાન રોયલ્સ મેચ હારી ગઈ અને મેચનો ગુનેગાર રિયાન પરાગ બની ગયો.

રિયાન પરાગે નોટઆઉટ રહેતા 12 બૉલમાં માત્ર 15 રન બનાવ્યા. તેના પ્રદર્શનને જોઈને રાજસ્થાનના ફેન્સ ગુસ્સે ભરાઈ ગયા અને ટ્વીટર પર રિયાન પરાગને ટોપ ટ્રેન્ડ કરવા લાગ્યા. લોકોએ તેને લઈને મજેદાર મીમ્સ શેર કર્યા છે. હાર બાદ ટ્વીટર પર રિયાન પરાગ પર એટેક શરૂ થઈ ગયો છે. બધાને લાગી રહ્યું હતું કે રાજસ્થાન રોયલ્સ માટે આ મેચ મુઠ્ઠીમાં જ છે અને સરળતાથી મેચ જીતી લેશે, પરંતુ રિયાન પરાગના ખરાબ પ્રદર્શનન કરણે રાજસ્થાન રોયલ્સને હારનો સામનો કરવો પડ્યો અને બધી આશાઓ પર પાણી ફરી વળ્યું.

રમાયેલી મેચની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે કાઈલ મેયર્સના 50 અને કેપ્ટન કે.એલ. રાહુલના 39 રનની મદદથી સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી બોલિંગ કરતા રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ 2 વિકેટ લીધી, જ્યારે ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા અને જેસન હોલ્ડરને 1-1 વિકેટ મળી.

તો 155 રનનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 144 રન જ બનાવી શકી. રાજસ્થાન રોયલ્સ તરફથી સૌથી વધુ રન યશસ્વી જયસ્વાલે (44 રન) બનાવ્યા, જ્યારે જોસ બટલરે 40 રનની ઇનિંગ રમી. જો કે આ મેચ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 97.56ની જ રહી. લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી બોલિંગ કરતા આવેશ ખાને સૌથી વધુ 3 વિકેટ, જ્યારે માર્કસ સ્ટોઇનિસે 2 વિકેટ લીધી હતી. જો પોઇન્ટ્સ ટેબલની વાત કરીએ તો આ બંને ટીમો ટોપ-2માં છે. બંને ટીમોના 8-8 પોઇન્ટ્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp