એક રનઆઉટ અને એશિઝ પર હોબાળો, શું સ્મિથ આઉટ હતો? જાણો શું છે નિયમ, જુઓ વીડિયો

PC: wisden.com

એશેજ સીરિઝ 2023 હેઠળ ઓવલમાં પાંચમી ટેસ્ટ રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 283 રન બનાવ્યા, તેના જવાબમાં ઓસ્ટ્રેલિયા 295 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આ પ્રકારે ઓસ્ટ્રેલિયાની કુલ લીડ માત્ર 12 રનની છે. ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં સીરિઝમાં 2-1થી આગળ છે. એ તો એશેજ સીરિઝમાં ઓવલમાં થઈ રહેલી અંતિમ ટેસ્ટ સાથે જોડાયેલી વાત છે, પરંતુ આ ટેસ્ટમાં એક રન આઉટના નિર્ણય પર હોબાળો મચી ગયો છે. આ બધુ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન થયું.

ઑસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથે 77મી ઓવરના ત્રીજા બૉલને મિડવિકેટ તરફ માર્યો હતો. સ્ટીવ સ્મિથ પેટ કમિન્સ સાથે મળીને બે રન પૂરા કરવા માટે ભાગ્યો, પરંતુ ત્યારે જ ફિલ્ડર જોર્જ ઇલ્હમે બૉલને બાઉન્ડ્રી લાઇન પાસેથી પકડીને વિકેટકીપર જોની બેયરસ્ટો તરફ ફેક્યો. તેણે બૉલ કલેક્ટ કર્યો અને સ્ટમ્પ્સ ઉડાવી દીધા. તો સ્ટીવ સ્મિથે પણ પોતાને રન આઉટ થતા બચાવવા માટે ડાઈવ લગાવી. ત્યારબાદ આખી ઇંગ્લેન્ડની ટીમે રન આઉટની અપીલ કરી દીધી. સ્મિથને એક વખત લાગ્યું કે, તે આઉટ છે, એવામાં તે પોવેલિયન તરફ જવા લાગ્યો, પરંતુ ત્યારે જ ઓન ફિલ્ડ અમ્પાયર્સે થર્ડ અમ્પાયર (ટી.વી. અમ્પાયર) નીતિન મેનન પાસે મદદ માગી.

નીતિન મેનને અલગ-અલગ એંગલથી રન આઉટની અપીલને રિવ્યૂ કરી, પરંતુ અંતે સ્ટીવ સ્મિથને નોટઆઉટ કરાર આપવામાં આવ્યો. એ જોઈને ઇંગ્લેન્ડના ફિલ્ડર્સ પણ હેરાન રહી ગયા. ઇંગ્લિશ ખેલાડીઓના એક્સપ્રેશનથી સ્પષ્ટ દેખાતું હતું કે તે અમ્પાયર નીતિન મેનનના નિર્ણયથી ખુશ નહોતા. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્ટુઅર્ટ બ્રોડે પણ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા. એવામાં બ્રોડ પર અમ્પાયરિંગ પર સવાલ ઉઠાવવાના કારણે કાર્યવાહી થઈ શકે છે. તો તમામ ક્રિકેટ ફેન્સ પણ રનઆઉટના નિર્ણય પર વહેંચાઈ ગયા છે.

હવે જાણી લો કે સ્મિથને નોટઆઉટ કેમ આપવામાં આવ્યો? આ બાબતે ક્રિકેટના નિયમ બનાવનારી સંસ્થા મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC)ની પણ એન્ટ્રી થઈ છે. MCCએ જણાવ્યુ કે અંતે તેના માટે નિયમ શું કહે છે. MCCએ લખ્યું કે, જે વીડિયો દેખાઈ રહ્યો છે, તેને લઈને અમને ઘણા સવાલ મળ્યા છે. એવામાં લૉ 29.1 કહે છે કે જ્યારે વિકેટ પડી ગઈ હોય, તો ઓછામાં ઓછી એક ગિલ્લી (ક્રિકેટ બેલ્સ) સ્ટમ્પ તરફથી ઉખેડાયેલી હોય કે એક કરતા વધુ સ્ટમ્પ ગ્રાઉન્ડથી હટી ગયા હોય. આ બાબતે વધુ એક ટ્વીટમાં સફાઇ આવામાં આવી છે.

MCCની સત્તાવાર ઇન્ટરપ્રેન્ટેશન ઓફ ધ લૉ ઓફ ક્રિકેટ અને ટોમ સ્મિથ ક્રિકેટ અમ્પાયરિંગ એન સ્કોરિંગે પણ રન આઉટ ન આપવાના કારણ પાછળનું કારણ પાછળ સ્પષ્ટતા આપી છે. લખ્યું કે, આઉટ થવા માટે ગિલ્લી બંને તરફથી હટેલી હોવી જોઈએ એટલે કે જ્યાં આ સ્ટમ્પ્સ પર લાગેલી હોય છે, એ હિસ્સાને છોડી દીધો હોય. જો કે, આ બધા વચ્ચે ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને અમ્પાયર નીતિન મેનનનો સપોર્ટ કર્યો છે. તેને નીતિન મેનનાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.

આ અગાઉ એશેજ 2023 હેઠળ લોર્ડસ ટેસ્ટમાં પણ જોની બેયરસ્ટોને રન આઉટ આપવા પર ખૂબ હોબાળો થયો હતો. ત્યારે જોની બેયરસ્ટો પીચ બહાર નીકળી ગયો હતો, તેના તુરંત બાદ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એલેક્સ કેરીએ ચાંસ જોતા જ રનઆઉટ કરી દીધો હતો. આ બાબતે તો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના વડાપ્રધાનોની પણ પછી એન્ટ્રી થઈ હતી.

એશેજ સીરિઝ 2023નું પરિણામ:

પહેલી ટેસ્ટ: ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટે જીતી.

બીજી ટેસ્ટ: ઓસ્ટ્રેલિયાએ 43 રને જીતી.

ત્રીજી ટેસ્ટ: ઇંગ્લેન્ડે 3 વિકેટે જીતી.

ચોથી ટેસ્ટ: મેચ ડ્રો રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp