ઋતુરાજ ગાયકવાડે લગાવ્યો એવો સિક્સ કે ગિફટવાળી ગાડી પર ગોબો પડી ગયો, જુઓ વીડિયો

PC: BCCI

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ઑપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડની બેટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં ફરી એક વખત રનોનો વરસાદ કર્યો. ઋતુરાજ ગાયકવાડે ગુજરાત જાયન્ટ્સ (GT) વિરુદ્ધ સીઝનની પહેલી મેચમાં 92 રનની ઇનિંગ રમ્યા બાદ સોમવારે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે પણ અડધી સદી લગાવી હતી. તેણે ચેન્નાઇના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં 31 બૉલમાં 3 ફોર અને 4 સિક્સની મદદથી 57 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે એક સિક્સ તો એટલો જોરદાર લગાવ્યો કે, સ્ટેડિયમમાં રાખવામાં આવેલી ગાડી પર ગોબો પડી ગયો.

ઋતુરાજ ગાયકવાડે સ્પિનર કૃષ્ણપ્પા ગૌતમ દ્વારા નાખવામાં આવેલી પાંચમી ઓવરના પાંચમા બૉલ પર પોતાની તાકતનો જોરદાર નમૂનો દેખાડ્યો હતો. તેણે ફૂલટોસ મળ્યા બાદ આગળ વધીને ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગની દિશામાં જોરદાર સિક્સ લગાવ્યો. શૉટ ખૂબ જ પાવરફૂલ હતો, જે સીધી બાઉન્ડ્રી પાર રાખેલી ટાટા ટિયાગો કારના દરવાજા પર જઈને લાગ્યો. જ્યારે પણ બૉલ ટિયાગો EV ને લાગશે, તો ટાટા કર્ણાટકમાં કોફી પ્લાન્ટેશનની જૈવ વિવિધાતાને વધારવા માટે 5 લાખ રૂપિયા દાન આપશે.

જો મેચની વાત કરીએ તો ટોસ જીતીને લખનૌ સુપર જાયન્ટ્સે પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલા બેટિંગ કરતા ઋતુરાજ ગાયકવાડના 57, ડેવોન કોનવેના 47 અને શિવમ દુબે અને અંબાતી રાયડુના 27-27 રનો અને ધોનીના 3 બૉલમાં 12 રનની મદદથી સીમિત 20 ઓવરમાં 217 રન બોર્ડ પર લગાવ્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી સૌથી વધુ 3-3 વિકેટ માર્ક વૂડ અને રવિ બિશ્નોઇએ લીધી, જ્યારે આવેશ ખાને 1 વિકેટ લીધી.

218 રનનો પીછો કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટસે શાનદાર શરૂઆત કરી. કે.એલ. રાહુલ અને કાઈલ મેયર્સે પહેલી વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી, ત્યારબાદ સતત 3 વિકેટ ગુમાવીને લખનૌ સુપર જાયન્ટસ બેકફૂટ પર આવી ગઈ. લખનૌ સુપર જાયન્ટ્સ કાઈલ મેયર્સના 53, નિકોલસ પૂરનના 32, આયુષ બધોનીના 23, માર્કસ સ્ટોઈનિસના 21 અને કે.એલ. રાહુલના 20 રનની મદદથી સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 205 રન જ બનાવી શકી અને આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાનું પોઇન્ટ્સ ટેબલમાં ખાતું પણ ખોલ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp