ઋતુરાજની જગ્યાએ જયસ્વાલને WTC ફાઇનલ માટે ભારતીય ટીમમાં સામેલ કરાયો, જાણો કારણ

PC: BCCI

યશસ્વી જયસ્વાલે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે અને સદી પણ બનાવી છે. પૂર્વ દિગ્ગજ રવિ શાસ્ત્રીથી લઈને મોહમ્મદ કેફ સુધીએ તેને જલદી ભારતીય ટીમમાં જગ્યા આપવાની વાત કહી રહ્યા હતા. 21 વર્ષના આ ઑપનર બેટ્સમેન માટે ખુશ ખબર સામે આવી ગઈ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ માટે તે ઇંગ્લેન્ડ જશે. IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે રમી રહેલા ઋતુરાજ ગાયકવાડે લગ્નના કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને આ દરમિયાન ઉપલબ્ધ ન હોવાની વાત કહી છે.

મહેન્દ્ર સિંહ ધોનીનો આ ધુરંધર આજે IPL 2023ની ફાઇનલમાં ઉતરવા જઈ રહ્યો છે. ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો ગુજરાત ટાઈટન્સ સાથે થશે. હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ગુજરાત ટાઈટન્સ ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ છે. કોચ રાહુલ દ્રવિડના કહેવા પર સિલેક્ટર્સ યશસ્વી જયસ્વાલને ઇંગ્લેન્ડ મોકલી રહ્યા છે. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, યશસ્વી જયસ્વાલને ઋતુરાજ ગાયકવાડની જગ્યાએ ભારતીય ટીમાં સ્ટેન્ડબાય ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો છે.

ઋતુરાજ ગાયકવાડે બોર્ડને જાણકારી આપી હતી કે તે 3-4 જૂનના રોજ લગ્ન કરવા જઈ રહ્યો છે. ટીમ મેનેજમેન્ટે યશસ્વી જયસ્વાલને રેડ બૉલથી પ્રેક્ટિસ કરવા કહ્યું છે. તેની પાસે પહેલાથી જ વિઝા છે. એવામાં તે આગામી થોડા દિવસોમાં ઇંગ્લેન્ડ જવા રવાના થશે. રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમ માટે રમનારા આ યુવા બેટ્સમેને IPL 2023માં 14 ઇનિંગમાં 625 રન બનાવ્યા. તો ફર્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટની 5 મેચોમાં તેણે 404 રન બનાવ્યા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની એવરેજ 80ની છે.

ઋતુરાજ ગાયકવાડને BCCIએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 7 જૂનથી થનારી ફાઇનલ માટે ઑપનર તરીકે સ્ટેન્ડબાય ખેલાડી તરીકે રાખ્યો હતો. તેણે બોર્ડની જાણકારી આપી હતી કે તે 5 જૂન બાદ ટીમ સાથે જોડાઈ શકે છે, પરંતુ કોચ રાહુલ દ્રવિડને જલદી તેનું રિપ્લેસમેન્ટ જોઈતું હતું. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે, યશસ્વી જયસ્વાલને એટલે ટીમમાં જગ્યા આપવામાં આવી છે કેમ કે ગાયકવાડે જણાવ્યું કે, તે પોતાના લગ્નના કારણે સમયથી રવાના નહીં થઈ શકે, કોચ રાહુલ દ્રવિડે સિલેક્ટર્સ પાસેથી તેનો વિકલ્પ માગ્યો. આ કરણે યશસ્વી જયસ્વાલને પસંદ કરવામાં આવ્યો.

WTC માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા  (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, કે.એસ. ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ અને મોહમ્મદ સિરાજ, ઇશાન કિશન.

રિઝર્વ ખેલાડી:

સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ અને મુકેશ કુમાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp