શ્રીસંતના મતે- WC 2023માં આ ભારતીય ખેલાડી બની શકે છે 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ'

ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર એસ. શ્રીસંતે આગામી વન-ડે વર્લ્ડ કપને લઈને ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. તેણે જણાવ્યું કે એ કયો ખેલાડી છે જે આ વખત ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ બની શકે છે. શ્રીસંતના જણાવ્યા મુજબ, ભારતીય ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ વખત આ એવોર્ડ જીતી શકે છે. વર્ષ 2011ના વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’નો એવોર્ડ જીત્યો હતો. તેણે ભારતીય ટીમ માટે બૉલ અને બેટ બંનેથી શાનદાર યોગદાન આપ્યું હતું.
શ્રીસંતના જણાવ્યા મુજબ, આ વખત હાર્દિક પંડ્યા આ કામ કરી શકે છે અને તેનું પ્રદર્શન ખૂબ જબરદસ્ત રહી શકે છે. શ્રીસંતે હાર્દિક પંડ્યા સિવાય કુલદીપ યાદવના પણ વખાણ કર્યા અને કહ્યું કે, તે પણ આ રેસમાં છે. સ્પોર્ટ્સ કીડા સાથે ખાસ વાતચીત કરવા દરમિયાન તેણે કહ્યું કે, ‘યુવરાજ સિંહે આપણાં માટે વર્ષ 2011માં આ કામ કર્યું હતું. જો તમે ઈચ્છો છો કે ફરી એક વખત કોઈ ઓલરાઉન્ડરને આ જ એવોર્ડ મળે તો પછી હાર્દિક પંડ્યા તેની નજીક હોય શકે છે. તે ભારત માટે ખૂબ મહત્ત્વનો ખેલાડી રહેવાનો છે.’
તેણે આગળ કહ્યું કે, ‘કુલદીપ યાદવ પણ એ એવોર્ડ જીતી શકે છે કે પછી ટોપ-3 દાવેદરોમાં હોય શકે છે.’ ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાની સૌથી ફાસ્ટ સદીને ન ભુલવી જોઈએ અને ન તો જસપ્રીત બુમરાહની 2 પાંચ વિકેટ હોલને ભૂલવી જોઈએ. કુલદીપ યાદવ ભારતીય સ્પિનર્સની સૌથી બેસ્ટ સ્પેલ નાખશે. જો હાર્દિક પંડ્યાની વાત કરીએ તો બૉલ અને બેટ બંનેથી યોગદાન આપે છે. ઘણી વખત તેણે ભારતીય ટીમ માટે શાનદાર ઓલરાઉન્ડર તરીકેની રમત દેખાડી છે. હાલમાં જ એશિયા કપમાં તેનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું હતું. એ સિવાય કુલદીપ યાદવની જો વાત કરીએ તો તે પણ ખૂબ જ શાનદાર ફોર્મમાં છે.
વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, જસપ્રીત બૂમરાહ, શુભમન ગિલ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), શ્રેયસ ઐય્યર, રવીન્દ્ર જાડેજા, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, અક્ષર પટેલ અને શાર્દૂલ ઠાકુર.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp