સચિન આ ખેલાડીના ફેન થયા, બોલ્યા- હું આગામી 10-12 વર્ષ સુધી તેને ફોલો કરીશ

PC: moneycontrol.com

કાર્લોસ અલ્કારાજે નોવાક જોકોવિચને રવિવારે વિમ્બલડન ફાઇનલમાં હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી. કાર્લોસ અલ્કારાજની જીત બાદ ઘણી જાણીતી હસ્તીઓએ પણ તેના વખાણ કર્યા છે. આ સ્પેનિસ ખેલાડીના વખાણ કરનારાઓમાં મહાન બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકર પણ સામેલ છે. કાર્લોસ અલ્કારાજને પહેલા સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે તેનાથી બહાર આવતા શાનદાર વાપસી કરી, તેણે જોકોવિચના સતત 34 મેચ જીતવાના સિલસિલાને પણ સમાપ્ત કર્યો.

કાર્લોસ અલ્કારાજે જોકોવિચને મેચમાં 1-6, 7-6 (6), 6-1, 3-6, 6-4 થી હરાવ્યો. આ તેનું બીજી ગ્રેન્ડ સ્લેમ અને પહેલી વિમ્બલડન ટ્રોફી હતી. સચિન તેંદુલકરે ટ્વીટ કરી કે, શું શાનદાર ફાઇનલ મેચ હતી! આ બંને ખેલાડીઓ શાનદાર ટેનિસ રમ્યા. આપણે ટેનિસની દુનિયામાં આગામી સુપર સ્ટારના ઉદયના સાક્ષી બની રહ્યા છીએ. હું કાર્લોસના કરિયરને આગામી 10-12 વર્ષ સુધી એવી જ રીતે ગોળો કરીશ, જેમ મેં રોજર ફેડરરના કરિયરને કર્યું હતું. કાર્લોસને ખૂબ ખૂબ શુભેચ્છા.

સચિન તેંદુલકરે એક અન્ય ટ્વીટમાં લખ્યું કે, માનસિક દૃઢતા = નોવાક જોકોવિચ, શરીર સાથે સમસ્યાઓ છતા, મન તેને આગળ વધારતું રહે છે. શું ખેલાડી છે. ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે ટ્વીટ કરી કે, શું આ કોઈ ખાસની શરૂઆત છે? ફેબ 4 (ફેડરર, જોકોવિચ, નડાલ અને મરે) બાદ આ નવા દૌરની શરૂઆત છે! તમે શું વિચારો છો?? શાબાસ કાર્લોસ અલ્કારાજ.

જોકોવિચનો શાનદાર પ્રયાસ. આ મેચ દરમિયાન 7 વખત વિમ્બલડન ચેમ્પિયન નોવાક જોકોવિચને સર્વિસમાં સમય બરબાદ કરવા માટે નિંદાનો સામનો કરવો પડ્યો હતો. આ સર્બિયન ખેલાડીએ સર્વિસ માટે ઘણી વખત બૉલ હવામાં તો ઉછાળ્યો, પરંતુ તેને હિટ ન કર્યો. ઇન્ડિપેન્ડેન્ટના એક રિપોર્ટ મુજબ, નોવાક જોકોવિચે સર્વિસ માટે 33 સેકન્ડનો સમય લીધો. અંતે જોકોવિચને બીજા સેટના ટાઈ બ્રેકમાં સમયના ઉલ્લંઘન માટે પેનલ્ટી મળી.

જોકોવિચ પર લાગેલી આ પેનલ્ટીનું સેલિબ્રેશન ત્યાં ઉપસ્થિત દર્શકોએ જ નહીં, ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને પણ મનાવ્યું, જે આ સમયે વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર છે. અશ્વિને ટ્વીટ કરતા લખ્યું કે, ટાઇમ વાયોલેસન અને ત્યારબાદ 3 તાળીવાળા ઇમોટિકોન્સ પણ પોસ્ટ કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp