
ક્રિકેટના ભગવાન સચિન તેંદુલકરે વર્ષ 2013માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિયાટરમેન્ટ લઈ લીધી હતી. તેઓ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલા ફોટા અને વીડિયોઝ ફેન્સને ઘણા જ પસંદ આવે છે. હવે સચિન તેંદુલકર 49 વર્ષના થઈ ગયા છે. પરંતુ તેમની નવું શીખવાની તમન્ના હજુ ઓછી થયેલી જોવા મળી નથી. હવે તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે નવું કંઈક શીખતા જોવા મળી રહ્યા છે.
ભારતના મહાન બેટ્સમેન અને દિગ્ગજ ખેલાડી સચિન તેંદુલકર આ સમયે થાઈલેન્ડમાં છે. અહીં તે કાયાકિંગ શીખી રહ્યા છે. સચિને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે કાયાકિંગને બારીકાઈથી શીખતા જોવા મળી રહ્યો છે. સચિને કહ્યું છે કે, કાયાકિંગ એકદમ રિવર્સ સ્વિંગ જેવું છે. રિવર્સ સ્વિંગ જૂની બોલને મૂવ કરવા માટે કહેવાય છે.
કાયાકિંગ એક રીતનું વોટર સ્પોર્ટ્સ છે, જેમાં ચપ્પુ જેને ક્યાંક કહેવાય છે, તેની મદદથી એક નાનકડી બોટમાં બેસીને પાણીને પાર કરવામાં આવે છે. આ વોટર સપોર્ટ્સ ઘણી બધી જગ્યાઓએ કરવામાં આવે છે. ઘણા બધા લોકો આ સ્પોર્ટ્સને કરવાનું પસંદ કરે છે. સચિન તેંદુલકરે પોતાના દમ પર ભારતીય ટીમને ઘણી મેચો જીતાડી છે.
તેમની ગણતરી દુનિયાના મહાન ખેલાડીઓમાં થાય છે. સચિને પોતાના કરિયરમાં 100 શતકો માર્યા છે. તેમણે ભારત માટે 200 ટેસ્ટ મેચમાં 15921 રન બનાવ્યા છે. જ્યારે 463 વનડે મેચમાં 18426 રન બનાવ્યા છે. તેમણે ટીમ ઈન્ડિયા તરફથી એક T20 મેચ પણ રમી છે. વર્ષ 2011માં ભારતને વર્લ્ડ કપ જીતાડવામાં તેનું મહત્વનું યોગદાન હતું.
હાલના કાયાકિંગના વીડિયો સિવાય સચિને એવા ઘણા વીડિયોઝ અને ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે, જેના પરથી ખબર પડે છે કે તે પોતાના રિટાયરમેન્ટની ફુલ મજા માણી રહ્યા છે. આ સિવાય તે ઘરે ખાવાનું બનાવતા અને પોતાના ટ્રાવેલ સમયના ફોટા અને વીડિયોઝ પણ શેર કરીને ફેન્સની સાથે જોડાયેલા રહે છે. હાલમાં રિટાયર હોવા છતાં તે ઘણી બધી એડમાં જવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp