
શ્રીલંકા સામેની T20 અને ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. હવે ભારતીય ટીમમાં પરિવર્તનનો સમયગાળો ચાલી રહ્યો છે અને યુવા ખેલાડીઓને તક મળી છે. પરંતુ કેટલાક એવા ખેલાડીઓ છે જેમની અવગણના કરવામાં આવી છે. પૃથ્વી શૉને પણ ODI કે T20 સિરીઝમાં તક મળી નથી, જે બાદ તેની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સામે આવી છે.
મંગળવારે સાંજે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ પૃથ્વી શૉએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક વાતો શેર કરી હતી. આમાં પૃથ્વીએ એક કવિતા શેર કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે 'કોઈને તે મફતમાં મળી ગઈ તે વ્યક્તિ, જે મને કોઈ પણ કિંમતે જોઈતી હતી.' પૃથ્વી શૉએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પ્રોફાઈલ ફોટો પણ હટાવી દીધો છે.
આ સિવાય પૃથ્વી શૉએ બીજી એક પોસ્ટ શેર કરી, જેમાં પ્રેરણા વિશે વાત કરવામાં આવી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે, જો કોઈ હસતું હોય, તો તેનો અર્થ એ નથી કે જીવનમાં બધું સારું ચાલી રહ્યું છે. સમસ્યાઓ આપોઆપ આવી જાય છે.
ટીમની જાહેરાત પછી, બહાર આવેલી આ પોસ્ટ્સ પર ચાહકોની નજર પડી. સોશિયલ મીડિયા પર ઘણા ચાહકોએ કહ્યું કે, પૃથ્વી શૉ સાથે અન્યાય થઈ રહ્યો છે. પૃથ્વીએ સ્થાનિક ક્રિકેટમાં સતત રન બનાવ્યા છે, પરંતુ ટીમ ઈન્ડિયા માટે તેની અવગણના કરવામાં આવી રહી છે.
22 વર્ષીય પૃથ્વી શૉ છેલ્લા એક વર્ષથી ઘરેલુ ક્રિકેટમાં સતત પ્રદર્શન કરી રહ્યો છે, IPLમાં તેનો રેકોર્ડ પણ સારો રહ્યો છે. પરંતુ આ બધું હોવા છતાં, તે ટીમ ઈન્ડિયામાં જગ્યા નથી બનાવી શક્યો, તે પણ એવા સમયે જ્યારે ટીમ ઈન્ડિયા વિવિધ સ્તરની ઈન્ટરનેશનલ મેચ રમવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં આ નિર્ણયથી દરેકને આશ્ચર્ય થયું છે.
જો રેકોર્ડ્સની વાત કરીએ તો પૃથ્વી શૉએ ડોમેસ્ટિક ક્રિકેટમાં રનનો પહાડ બનાવી દીધો છે, તેણે 36 ફર્સ્ટ ક્લાસ મેચમાં 50ની એવરેજથી 3084 રન બનાવ્યા છે. જ્યારે 46 લિસ્ટ-A મેચોમાં તેણે 56ની એવરેજથી 2410 રન બનાવ્યા છે. પૃથ્વી શૉના નામે સ્થાનિક ક્રિકેટમાં 19 સદી છે. પૃથ્વી શૉની છેલ્લી 10 ઇનિંગ્સ પર નજર કરીએ તો તેના નામે 2 સદી અને 3 અડધી સદી છે. એટલે કે તે હાલમાં પણ સતત રન બનાવી રહ્યો છે, પરંતુ ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી શકતો નથી.
Look at the prithvi shaw insta story#INDvSL pic.twitter.com/Xq6NGvgJcG
— memes_hallabol (@memes_hallabol) December 28, 2022
T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર
વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, KL રાહુલ, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ , મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp