RRને મળ્યું પ્રસિદ્ધ કૃષ્ણાનું રિપ્લેસમેન્ટ, ફ્રેન્ચાઇઝીએ કરી જાહેરાત

PC: BCCi

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની શરૂઆત થવામાં હવે બે જ દિવસ બચ્યા છે. બધી ટીમો પોતાની તૈયારીઓમાં લાગી ગઈ છે. એવામાં રાજસ્થાન રોયલ્સ (RR)નો ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા સીરિઝથી બહાર થઈ ચૂક્યો છે અને એ વાતની જાણકારી થોડા દિવસ અગાઉ સામે આવી હતી. તેને સ્ટ્રેસ ફ્રેક્ચર થયું હતું અને તેની સર્જરીના કારણે થોડા મહિનાઓ સુધી ક્રિકેટ એક્શનથી દૂર રહેશે. આ દરમિયાન સોમવારે ફ્રેન્ચાઇઝીએ તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે અને ડાબા હાથના ફાસ્ટ બોલર સંદીપ શર્માને ટીમમાં સામેલ કરવાની જાણકારી આપી છે.

પ્રસિદ્ધ કૃષ્ણા આ વર્ષે થનારા વન-ડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની મુખ્ય લિસ્ટમાં હતો, પરંતુ ઇજાના કારણે તે વર્લ્ડ કપ પણ મિસ કરી શકે છે. પ્રસિદ્ધ કૃષ્ણા IPLની આ સીઝનથી બહાર થવાના કારણે રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો લાગ્યો છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ રાજસ્થાન રોયલ્સ માટે ગયા વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને મુખ્ય બોલરના રૂપમાં પોતાનું યોગદાન આપ્યું હતું. જો વાત સંદીપ શર્માની કરવામાં અવે તો તે IPLનો એક અનુભવી બોલર છે.

તેની તાકત નવા બૉલથી સ્વિંગ કરાવવાનું છે અને તેનો પાવરપ્લેમાં જોરદાર રેકોર્ડ છે. એવામાં ફ્રેન્ચાઇઝીને આશા હશે કે સંદીપ શર્મા તેમની ટીમ માટે પ્રસિદ્ધ કૃષ્ણાની જેમ મુખ્ય બોલરનું કામ કરે. રાજસ્થાન રોયલ્સે પ્રસિદ્ધ કૃષ્ણાના રિપ્લેસમેન્ટની જાહેરાત કરતા ટ્વીટર પર લખ્યું કે, બરાબર છે, તેને સત્તાવાર બનાવી રહ્યા છીએ. આ વર્ષે IPL માટે મિની ઓક્શનમાં સંદીપ શર્માની બેઝ પ્રાઇઝ 50 લાખ હતી, પરંતુ કોઈ પણ ટીમે તેને ખરીદવામાં રસ દેખાડ્યો નહોતો.

સંદીપ શર્માએ વર્ષ 2010માં લીગમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું અને ત્યારબાદ તે સતત રમી રહ્યો હતો. જો કે તે અનસોલ્ડ થવાથી લાગ્યું કે કદાચ આ સીઝનમાં તે નહીં નજરે પડે, પરંતુ રાજસ્થાન રોયલ્સે તેને પોતાની સાથે સામેલ કરી લીધો છે. IPLમાં સંદીપ શર્માએ 104 મેચોમાં 114 વિકેટ પોતાના નામે કરી છે.

IPL 2023 માટે રાજસ્થાન રોયલ્સની ટીમ:

સંજુ સેમસન (કેપ્ટન). જોસ બટલર, જેસન હોલ્ડર, ડોનોવન ફરેરા, યશસ્વી કાયસ્વાલ, શિમરોન હેટમાયર, દેવાદત્ત પડિક્કલ, કે.સી. કરિયપ્પા, ધ્રુવ જૂરેલ, રિયાન પરાગ, સંદીપ શર્મા, ઓબેડ મેક્કોઈ, નવદીપ સૈની, કુલદીપ સેન, કુલદીપ યાદવ, કૃણાલ ઠાકુર, જો રૂટ, અબ્દુલ પી.એ., મુરૂગન અશ્વિન, રવિચંદ્રન અશ્વિન, કે.એમ. આસિફ, આકાશ વશિષ્ઠ, એડમ જમ્પા, યુઝવેન્દ્ર ચહલ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp