સાનિયા મિર્ઝાએ કરી સંન્યાસની જાહેરાત, આ કારણને લીધે નિર્ણય લીધો

દેશની સૌથી લોકપ્રિય મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ નિવૃત્તિની જાહેરાત કરી છે. રિપોર્ટ અનુસાર, સાનિયા મિર્ઝાએ પોતાની ઈજાના કારણે નિવૃત્તિનો આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સાનિયા મિર્ઝાના છૂટાછેડાના સમાચાર આવ્યા હતા, પરંતુ બાદમાં આ બધું અફવા સાબિત થયું.

સાનિયા મિર્ઝાએ સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. તેણે જાહેરાત કરી છે કે તે છેલ્લી વખત કોર્ટમાં ક્યારે ઉતરશે. WTA વેબસાઈટ સાથે વાત કરતા ભારતીય ટેનિસ સ્ટારે કહ્યું કે ફેબ્રુઆરીમાં દુબઈમાં રમાનાર WTA 1000 ઈવેન્ટ તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. સાનિયાએ કહ્યું કે સાચું કહું તો હું જે પ્રકારની વ્યક્તિ છું, મને મારી શરતો પર કામ કરવું ગમે છે. એટલા માટે હું ઈજાને કારણે બહાર થવા નહોતી માંગતી. તેથી જ હું ટ્રેનિંગ લઈ રહી છું.

વિશ્વની ભૂતપૂર્વ નંબર વન ડબલ્સ ખેલાડી 2022 ના અંતમાં જ સંન્યાસ લેવા માંગતી હતી, પરંતુ કોણીની ઈજાને કારણે તે યુએસ ઓપનનો ભાગ બની શકી ન હતી. ડબલ્સમાં 6 વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા સાનિયા આ મહિનાના અંતમાં ઓસ્ટ્રેલિયન ઓપન રમશે, જે તેની છેલ્લી મોટી ટૂર્નામેન્ટ હશે. આ પછી, દુબઈમાં તે છેલ્લી વખત કોર્ટમાં ઉતરશે.

ગયા વર્ષે સાનિયાના પિતા ઈમરાન મિર્ઝાએ કહ્યું હતું કે વિબંલડન તેની છેલ્લી મેચ હશે, જ્યાં તે મિક્સ્ડ ડબલ્સની સેમિફાઈનલમાં હારી ગઈ હતી, પરંતુ તે પછી સાનિયાએ ઈજાના કારણે થોડા સમય માટે રિટાયરમેંટનો પ્લાન ટાળી દીધો હતો.

ભારતીય સ્ટારે કહ્યું કે મારા મગજમાં ઈમોશનલી રીતે એટલું આગળ વધવાની શક્તિ નથી. મેં 2003માં પ્રોફેશનલ ટેનિસમાં પગ મૂક્યો હતો. તેણે વધુમાં કહ્યું કે પ્રાથમિકતાઓ બદલાતી રહે છે અને હવે મારી પ્રાથમિકતામારા શરીરને દરરોજ સીમિત કરવાની નથી.

આ સાથે સાનિયા મિર્ઝાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે નિવૃત્તિ પછી શું કરવા જઈ રહી છે. ભારતીય સ્ટારે કહ્યું કે નિવૃત્તિ બાદ તે દુબઈમાં તેની એકેડમી પર ધ્યાન આપવા માંગે છે. સાનિયાએ ડબલ્સમાં 3 અને મિક્સ્ડ ડબલ્સમાં 3 ગ્રાન્ડસ્લેમ જીત્યા હતા. તો 2016 ઓલિમ્પિકમાં તે સેમિફાઇનલ સુધી પહોંચી હતી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.