માંજરેકર અને વકાર યુનિસ લાઈવ શૉમાં સામસામે આવી ગયા, આ બે ખેલાડીઓને લઈ બાખડ્યા

PC: sportstar.thehindu.com

ભારતીય ટીમ છેલ્લી વખત વર્લ્ડ ચેમ્પિયન વર્ષ 2011માં બની હતી. યુવરાજ સિંહે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. હવે જ્યારે ભારતીય ટીમ એશિયા કપમાં રમી રહી છે અને તેને વર્લ્ડ કપની તૈયારી તરીકે જોવામાં આવી રહી છે તો આ વાત પર બહેશ શરૂ થઈ ગઈ કે કોણ યુવરાજ સિંહની ભૂમિકા ભજવી શકે છે? તેના પર ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકર અને પાકિસ્તાનના વકાર યુનિસ સામસામે આવી ગયા.

રોચક વાત એ હતી કે એક તરફ જ્યાં સંજય માંજરેકરના નિશાના પર હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા હતા, તો બીજી તરફ વકાર યુનિસ પક્ષમાં હતા. ભારત વર્સિસ પાકિસ્તાન એશિયા કપ સુપર-4 મેચ વરસાદ અને ભીની આઉટફિલ્ડના કારણે રોકાઈ તો સંજય માંજરેકર અને વકાર યુનિસ આ બહેસમાં સામેલ થઈ ગયા, મુદ્દો એ જ હતો કે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા એ જ ભૂમિકા નિભાવી શકે છે, જ યુવરાજ સિંહે વર્ષ 2011માં ભજવી હતી?

વકાર યુનિસ હાર્દિક પંડ્યાના વખાણ કરતા નજરે પડ્યા તો સંજય માંજરેકર પૂરી રીતે અસહમત નજરે પડ્યા. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલરે સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું કે, હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા બેટ અને બૉલથી પરફોર્મન્સ કરવાની ક્ષમતા રાખે છે. વિશેષ રૂપે હાર્દિક પંડ્યા (જે પ્રકારે તેણે પાકિસ્તાન વિરુદ્ધ બેટિંગ કરી) મને લાગે છે કે તે નંબર 6 પર વિધ્વંસક બેટ્સમેન છે. તે આક્રમક બેટ્સમેન છે અને હવે જેમ કે ગત મેચમાં આપણે જોયું તે ખૂબ સમજદાર અને સ્માર્ટ છે.

તેમણે કહ્યું કે, તે એક ચેમ્પિયનની જેમ રમ્યો. તેણે પોતાનો સમય લીધો અને જ્યારે યોગ્ય સમય હતો, તેણે પોતાનો સ્વાભાવિક રમત દેખાડી. મને લાગે છે કે નંબર 6 અને 7 પર 2 ખેલાડી ભારતને મજબૂતી આપશે. જો તમે આ બંનેને અંતિમ 10 ઓવર આપો છો તો તેઓ રમતને બદલવામાં સક્ષમ છે. વકાર યુનિસે આ વાત હાર્દિક પંડ્યાના 90 બૉલમાં 87 રનોની શાનદાર ઇનિંગ પર કહી હતી, જે પાકિસ્તાન વિરુદ્ધ ગ્રુપ મેચમાં આવી હતી.

ભારતનો સ્કોર 66/4 હતો, પરંતુ હાર્દિકે ઇશાન કિશન સાથે મળીને 138 રનની પાર્ટનરશિપ કરતા ભારતીય ટીમની 266 રનો સુધી પહોંચાડી દીધી હતી. જો કે માંજરેકર થોડા અસહમત નજરે પડ્યા. તેમણે કહ્યું કે, યુવરાજ હકીકતમાં ભારતનો સર્વશ્રેષ્ઠ બેટિંગ ઓલરાઉન્ડર છે. તે પોતાના દમ પર મેચ જીતાડી શકતો હતો. હું પૂરા સન્માન સાથે કહીશ કે હાર્દિક અને જાડેજા અત્યારે પણ એ લેવલ પર નથી.

આ બંને યુવરાજની તુલનામાં ઘણા સારા બોલર છે, પરંતુ બેટિંગના મામલે યુવરાજનો કોઇ મુકાબલો નથી. તેના પર વકાર યુનિસે તેમની વાત કાપતા પૂછ્યું કે હાર્દિક પંડ્યા પણ નહીં? જે પ્રકારની બેટિંગ તેણે દેખાડી છે? હું તેની તુલના કરી રહ્યો નથી, પરંતુ ઇરાદો તો એ જ છે. માંજરેકરે આગળ કહ્યું કે, હાર્દિકમાં ક્ષમતા છે, પરંતુ એ ગેરંટી નથી કે તે પૂરી 10 ઓવર બોલિંગ કરશે. હું તેને એક બેટિંગ ઓલરાઉન્ડરના રૂપમાં જોઉ છું અને તેણે વાસ્તવમાં સારી બેટિંગ કરી છે, પરંતુ યુવરાજ સિંહ અલગ લેવલ પર હતો.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp