26th January selfie contest

પૂર્વ ખેલાડીની ભવિષ્યવાણી-NZને શ્રીલંકા નહીં હરાવી શકે, ભારત પહોંચશે ફાઇનલમાં

PC: lokmatnews.in

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023ની ફાઇનલ મેચ 7 જૂનથી ઇંગ્લેન્ડના ઓવલમાં શરૂ થશે. ઓસ્ટ્રેલિયાએ હાલમાં જ ભારતીય ટીમને ઈન્દોર ટેસ્ટમાં હરાવીને આ ફાઇનલ મેચમાં જગ્યા બનાવી લીધી છે અને હવે બધાની નજરો ભારત અને શ્રીલંકાની ટીમના પ્રદર્શન પર રહેશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં ટેસ્ટ મેચ શરૂ થઈ તો ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ગયેલી શ્રીલંકન ટીમની પહેલી ટેસ્ટ મેચ પણ 9 માર્ચથી શરૂ થઈ ગઈ છે. ભારતના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે ભવિષ્યવાણી આકરી છે કે શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરિઝ નહીં જીતી શકે અને ફાઇનલમાં ભારતીય ટીમ જ જગ્યા બનાવશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થયેલી ટેસ્ટ મેચ દરમિયાન સંજય માંજરેકરે આ સંદર્ભમાં કહ્યું કે, આ ટેસ્ટ મેચમાં ઘણું બધુ થવાનું છે. આ દુનિયાના સૌથી મોટા સ્ટડિયમોમાંથી એકમાં રમાઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમ પહોંચવાની કગાર પર છે, પરંતુ મને લાગે છે કે ભારત ફાઇનલમાં પહોંચશે. મને નથી લાગતું કે શ્રીલંકા ન્યૂઝીલેન્ડને હરાવવામાં સક્ષમ છે. એટલે મારું માનવું છે કે ભારતીય ટીમ પહેલા જ ફાઇનલમાં પહોંચી ચૂકી છે, પરંતુ તમારે અત્યારે પણ સત્તાવાર રીતે ત્યાં પહોંચવાનું છે. સાથે જ સીરિઝ પણ રોમાંચક થઈ ચૂકી છે. ઓસ્ટ્રેલિયાએ ઈન્દોરમાં શાનદાર વાપસી કરી હતી.

અમદાવાદ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે, જે સાચો સાબિત થયો છે. મહેમાન ટીમે પહેલા દિવસના સ્ટમ્પ્સ સુધીમાં 4 વિકેટ ગુમાવીને 255 રન બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજા 104 પર નોટઆઉટ પોવેલિયન ફર્યો હતો, જ્યારે નોટઆઉટ 49 પર કેમરન ગ્રીન તેનો સાથ આપી રહ્યો છે. એ સિવાય કેપ્ટન સ્ટીવ સ્મિથે 38 રનનું યોગદાન આપ્યું છે. આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ મજબૂત શરૂઆત કરી છે.

તો બીજી તરફ ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી પહેલી ટેસ્ટ મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા શ્રીલંકન ટીમે પહેલી ઇનિંગમાં 355 રન બનાવી દીધા છે. શ્રીલંકા તરફથી સૌથી વધુ રન કુશલ મેન્ડિસે (87) બનાવ્યા છે. તો કરુણારત્નેએ અડધી સદી ફટકારી. એ સિવાય મેથ્યૂસે 47, ધનંજયા ડી સિલ્વાએ 46 રનની ઇનિંગ રમી છે. તો ન્યૂઝીલેન્ડ તરફથી સોથી વધુ વિકેટ ટીમ સાઉથી (5 વિકેટ) મળી છે. જ્યારે મેટ હેનરીને 4 અને બ્રેસવેલને 1 વિકેટ મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp