26th January selfie contest

શુભમન ગિલમાં છે ધોનીવાળી ખાસ ક્વોલિટી, શું તમે ક્યારેય નોટિસ કર્યું

PC: khabarchhe.com

શુભમન ગિલની રેકોરડતોડ ઇનિંગ અને જોરદાર ફોર્મ બાદ તેને ભારતીય ટીમનો નવો સુપરસ્ટાર માનવામાં આવી રહ્યો છે. તેના પ્રદર્શનને જોતા વર્લ્ડ કપ માટે તેની જગ્યા પાક્કી માનવામાં આવી રહી છે. પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે શુભમન ગિલની વિસ્ફોટક ઇનિંગને જોતા તેની તુલના મહેન્દ્ર સિંહ ધોની સાથે કરી છે. બંનેની રમતની શૈલીમાં એક વાત તો સામાન્ય છે કે બંને જ નીડર અંદાજમાં બોલરોનો સામનો કરે છે. જો કે, એ સિવાય વધુ એક મોટી સમાનતા છે. ચાલો તો આ આર્ટિકલમાં આગળ જોઇએ કે સંજય માંજરેકરે શું કહ્યું.

સંજય માંજરેકરે ટ્વીટ કરી કે જ્યારે મેં પહેલી વખત મહેન્દ્ર સિંહ ધોનીને સિક્સ લગાવતા જોયો હતો તો નોટિસ કર્યું હતું કે, તે સીધી બેટટથી લાંબા સિક્સ લગાવે છે. એ સમયે મેં કહ્યું હતું કે તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ખૂબ દૂર સુધી જશે. શુભમન ગિલમાં પણ મેં એ જ વિશેષતા જોઇ છે. જો મહેન્દ્ર સિંહ ધોનીના રમવાની વાત કરવામાં આવે તો તે આગળ વધીને સીધી બેટથી શૉટ રમવાનું પસંદ કરતો હતો. હેલિકોપ્ટર શૉટ તેનો પસંદગીનો હતો અને તે ક્રિકેટની ડિક્શનરીમાં તેની તરફથી જોડવામાં આવેલો શાનદાર શૉટ છે.

સામાન્ય રીતે ક્રિકેટની ભાષામાં માનવામાં આવે છે કે સીધી બેટથી સ્ટ્રેટ શોટ્સ રમનાર બેટ્સમેન શાનદાર શૈલીના હોય છે. આ પ્રકારે કોઇ બેટ્સમેન પાસે પુલ કે કટમાંથી એક કે બે શૉટ લગાવવાની ક્ષમતા હોય તો તે નૈસર્ગિક પ્રતિભા માનવામાં આવે છે. શુભમન ગિલની બેટિંગ શૈલીની વાત કરવામાં આવે તો તેની પાસે ઘણા પ્રકારના શાનદાર શોટ્સ છે. તે પણ સીધી બેટથી લાંબા સિક્સ લગાવવાનું પસંદ કરે છે અને નયનાભિરામ શોટ્સ પણ લગાવે છે. એ સિવાય તે આગળ વધીને શોટ્સ રમે છે અને ભરપૂર તાકતનો ઉપયોગ કરે છે. 23 વર્ષીય આ યુવા બેટથી એવા વધુ દુર્લભ શોટ્સ નીકળી શકે છે.

શુભમન ગિલના સિક્સ લગાવવાની ક્ષમતાની તુલના મહેન્દ્ર સિંહ ધોની સાથે થઇ રહી છે, પરંતુ લાંબા સમયથી તેને પંજાબનો નવો યુવરાજ સિંહ કહેવામાં આવી રહ્યો છે. શુભમન ગિલને કોવિડ લોકડાઉન દરમિયાન યુવરાજ સિંહે પણ ટ્રેનિંગ આપી હતી. જો બંનેની બેટિંગ શૈલીને જોઇએ તો કવર્સ ઉપર લગાવેલા યુવરાજ સિંહના ગગનચુંબી સિક્સને ફેન્સ આજે પણ યાદ કરે છે. ગિલ પાસે પણ એવા શોટ્સ રમવાની ક્ષમતા છે. એ સિવાય જે પ્રકારે યુવરાજના શોટ્સમાં એક પ્રકારની તાકત દેખાતી હતી  ગિલની રાતમાં પણ તે ઝલક દેખાય છે.

શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 208 રનોની ઇનિંગમાં ન્યૂઝીલેન્ડની બેટિંગની ખૂબ મજા લીધી. 149 બૉલમાં 208 રન બનાવ્યા અને તેમાં તેણે 19 ફોર અને 9 સિક્સ પણ લગાવ્યા. 139.60ની સ્ટ્રાઇક રેટથી તેણે ન્યૂઝીલેન્ડના બોલરોને ધોઇ નાખ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp