IPL 2023મા શું છે રાજસ્થાન રોયલ્સની નબળાઇ? પૂર્વ બેટિંગ કોચે કર્યો ખુલાસો

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં રાજસ્થાન રોયલ્સ (RR) ટેબલ ટોપર બનીને સામે આવી છે. રાજસ્થાન રોયલ્સની ટીમે અત્યાર સુધી 6 મેચ રમી છે, જેમાં તેને 4  મેચમાં જીત અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બુધવારે રાજસ્થાન રોયલ્સની છેલ્લી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વિરુદ્ધ તેના ઘરેલુ મેદાન જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સને 155 રનોનો ટારગેટ મળ્યો હતો, જેને તે હાંસલ કરવામાં નિષ્ફળતા રહી અને મેચ 10 રનોથી હારી ગઈ હતી.

રાજસ્થાન રોયલ્સની આ હાર બાદ તેના પૂર્વ બેટિંગ કોચ અને ભારતીય ઘરેલુ ક્રિકેટના લીજેન્ડ અમોલ મજૂમદારે ટીમની સૌથી મોટી નબળાઈ બાબતે વાત કરી છે. અમોલ મજૂમદારે એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાત કરતા કહ્યું કે, રાજસ્થાન રોયલ્સ એવા બેટ્સમેનને મિસ કરી રહી છે, જે એવી પરિસ્થિતિમાં આવીને ટીમને સંભાળી શકે. આ જ કમી લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સની હારના મુખ્ય કારણોમાંથી એક રહી. તેમણે કહ્યું કે, એક હોય છે મસલ મેમોરી.

સંજુ સેમસન જેવો બેટ્સમેન એવી બાબતે શાનદાર ઉદાહરણ છે, જે બૉલને જુએ છે અને તેને હિટ કરે છે. તેને તેના પરિણામોની ચિંતા નથી. તે આધુનિક દુનિયાનો ક્રિકેટર્સ છે. સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને કેટલીક હદ સુધી દેવદત્ત પડિક્કલ પણ છે. તેમની પાસે કોઈ એવો ખેલાડી નથી જે એવી પીચ પર અને પરિસ્થિતિમાં પોતાને ઢાળી શકે અને એક અલગ રીતે ક્રિકેટ રમી શકે. તેમણે કહ્યું કે, સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં તમને મોટી મોટી ગેપ્સ મળે છે કેમ કે સ્ક્વેર બાઉન્ડ્રી મોટી હોય છે.

મજૂમદારે આગળ કહ્યું કે, તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ. તમને ચારેય તરફ ગેપ મળશે. ઉલ્લેખનીય છે કે, લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધની મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનૌ સુપર જાયન્ટ્સે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. આ સ્કોરનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમની પહેલી વિકેટ 11.3 ઓવરમાં 87 રન પર પડી, પરંતુ ત્યારબાદ 104 રન સુધી ટીમે પોતાના મુખ્ય 4 બેટ્સમેન ગમાવી દીધા અને પછી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 144 રન જ બનાવી શકી. આ રીતે ટીમને પોતાના ઘરેલુ મેદાનમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp