બીજી T20 અગાઉ સંજુ સેમસન સીરિઝથી બહાર, આ ખેલાડીની એન્ટ્રી, તમે ઓળખતા પણ નહીં હોવ

PC: twitter.com

હાલમાં ભારત અને શ્રીલંકા વિરુદ્ધ 3 મેચોની T20 સીરિઝ રમાઈ રહી છે. T20 સીરિઝની બીજી મેચ પહેલા એક મોટું અપડેટ સામે આવ્યું છે. છેલ્લી 2 T20 મેચ માટે ભારતીય ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માને ટીમના સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો છે. તે સંજુ સેમસનની જગ્યા લેશે. એક ન્યૂઝ એજન્સી દ્વારા બુધવારે રાત્રે આ જાણકારી આપવામાં આવી હતી. મુંબઇમાં થયેલી પહેલી T20 મેચમાં વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને ઇજા થઈ હતી.

સંજુ સેમસનને કેચ પકડતી વખત ઘૂંટણમાં ઇજા થઈ ગઈ હતી. આ કારણે તે ભારતીય ટીમ સાથે પૂણે ટ્રાવેલ કરી શક્યો નથી. ભારતીય ટીમમાં આ બદલાવ બીજી T20થી બરાબર 24 કલાક પહેલા કરવામાં આવ્યો છે. બીજી T20 મેચ 5 જાન્યુઆરી એટલે કે આજે પૂણેમાં રમાશે. મહારાષ્ટ્રથી આવતો 29 વર્ષીય જીતેશ શર્મા રણજી ટ્રોફીમાં વિદર્ભ તરફથી રમે છે. સાથે જ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તે પંજાબ કિંગ્સ માટે શાનદાર બેટિંગ કરી ચૂક્યો છે. હવે તેને ભારતીય ટીમ માટે ચાન્સ મળી રહ્યો છે.

ફિનિશર તરીકે તેણે છેલ્લા કેટલાક સમયમાં ખૂબ ઇમ્પ્રુવ કર્યું છે અને જો તેને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળે છે તો ભારતીય ટીમ માટે તે આ રોલમાં ફિટ સાબિત થઈ શકે છે. સંજુ સેમસન પહેલી મેચમાં નિષ્ફળ સાબિત થયો હતો અને માત્ર 5 રન જ બનાવી શક્યો હતો. જો જીતેશ શર્માના રેકોર્ડને જોઈએ તો તેણે 47 લિસ્ટ A મેચોમાં 1,350 રન બનાવ્યા છે, જ્યારે 76 T20 મેચોમાં તેના નામે 1,787 રન નોંધાયેલા છે. પહેલી T20 મેચમાં 2 રને જીતીને ભારતીય ટીમે 1-0થી સીરિઝમાં લીડ બનાવી લીધી છે. જો તે આજની મેચ જીતે છે તો સીરિઝ પોતાના નામે કરી લેશે. અને જો શ્રીલંકા આ મેચ જીતે છે તો સીરિઝ 1-1થી બરાબર થઈ જશે અને ત્યારબાદ ત્રીજી T20 મેચ નિર્ણાયક રહેશે.

T20 સીરિઝ માટે ભારતીય ટીમ:

હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા, વૉશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમાર.

શ્રીલંકાના ભારત પ્રવાસ પર T20 સીરિઝનું શિડ્યૂલ:

પહેલી T20 મેચ: 2 રનથી જીતી.

બીજી T20 મેચ: 5 જાન્યુઆરી, પૂણે.

ત્રીજી T20 મેચ: 7 જાન્યુઆરી, રાજકોટ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp