પાકિસ્તાની ક્રિકેટર સરફરાઝ અહમદે 8 વર્ષ બાદ લગાવી સદી તો રડવા લાગી પત્ની
પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી તે મેચ ડ્રો પર સમાપ્ત થઇ. પાકિસ્તાન માટે મેચ ડ્રો કરાવવામાં સરફરઝ અહમદે મહત્ત્વની ભૂમિકા ભજવી. તેણે મેચની ચોથી ઇનિંગમાં 118 રનોનું યોગદાન આપ્યું. પોતાની ચોથી ટેસ્ટ સદી પૂરી કરવા સાથે જ સરફરઝ અહમદ ખુશીથી ઝૂમી ઉઠ્યો. તેણે પોતાનો હેલમેટ હટાવી દીધો અને આકાશ તરફ જોયું. સદી લગાવ્યા બાદ સ્ટેન્ડસમાં ઉપસ્થિત સરફરઝ અહમદની પત્ની અને પરિવારના બાકી સભ્યોના રીએક્શન જોવા લાયક હતા.
તેની પત્ની સૈયદા ખુશબખ્ત આ ખુશીની પળમાં પોતાની ભાવનાઓ પર કાબૂ ન રાખી શકી અને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી. 8 વર્ષની લાંબી રાહ જોયા બાદ સરફરાઝ અહમદે ટેસ્ટ ક્રિકેટમાં સદી લગાવી હતી. સાથે જ પાકિસ્તાનમાં આ તેની પહેલી સદી હતી. સરફરાઝ અહમદને વર્ષ 2019માં ટેસ્ટ કેપ્ટન પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો અને તેને પ્લેઇંગ ઇલેવનથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. જો કે, મોટા ભાગના અવસરો પર તેણે ટેસ્ટ ટીમમાં પોતાની જગ્યા કાયમ રાખી, પરંતુ મોહમ્મદ રિઝવાનની ઉપસ્થિતિના કારણે તેને પ્લેઇંગ ઇલેવનમાં ચાન્સ મળતો નહોતો.
This moment 💚
— Pakistan Cricket (@TheRealPCB) January 6, 2023
Sarfaraz delivers on his home ground 👏#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/LoIPI9HrcG
મોહમ્મદ રિઝવાનને ખૂબ ચાન્સ મળ્યા, પરંતુ તે તેનો ફાયદો ઉઠાવી ન શક્યો. અંતમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચની પ્લેઇંગ ઇલેવનમાંથી મોહમ્મદ રિઝવાનને બહાર કરી દેવામાં આવ્યો. સરફરાઝ અહમદે મળેલા ચાન્સનો ફાયદો બે હાથે ઉઠાવતા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં શાનદાર 86 રન બનાવ્યા અને બીજી ઇનિંગમાં પણ તેના બેટથી 53 રન નીકળ્યા. પછી બીજી ટેસ્ટમાં સરફરાઝે પહેલી ઇનિંગમાં 78 રન બનાવ્યા બાદ બીજી ઇનિંગમાં 118 રનની ઇનિંગ રમી. એટલે કે સરફરાઝ અહમદે 4 ઇનિંગમાં કુલ 335 રન બનાવ્યા, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ આપવામાં આવ્યો.
મેચની વાત કરીએ તો ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે પોતાની પહેલી ઇનિંગમાં 449 રન બનાવ્યા હતા. ઓપનર ડેવોન કોનવેએ 122 રનોની શાનદાર ઇનિંગ રમી હતી. જવાબમાં પાકિસ્તાની ટીમે પહેલી ઇનિંગમાં 408 રન બનાવ્યા હતા એટલે કે ન્યૂઝીલેન્ડને 41 રનોની મહત્ત્વપૂર્ણ લીડ મળી હતી. પાકિસ્તાન માટે પહેલી ઇનિંગમાં સાઉદ શકીલે 125 રન બનાવ્યા હતા. ત્યારબાદ ન્યૂઝીલેન્ડે પોતાની બીજી ઇનિંગમાં 277 રન બનાવીને દાવ ડિક્લેર કરી દીધો. એવામાં પાકિસ્તાનને જીતવા માટે 319 રનોનો ટારગેટ મળ્યો. પાંચમા દિવસે ખરાબ પ્રકાશના કારણે 3 ઓવર પહેલા જ રમત સમાપ્ત કરી દીધી. એ સમયે પાકિસ્તાને 9 વિકેટ પર 304 રન બનાવી દીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp