સિલેક્ટર્સના 'અન્યાય'નો ભોગ બનેલા આ ખેલાડીએ સદી ફટકારીને આપ્યો જડબાતોડ જવાબ!

PC: zeenews.india.com

ભારતના ખેલાડીઓ દુનિયાભરમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ક્રિકેટના મેદાનમાં ભારતનો દબદબો છે. રોહિત શર્માથી લઈને વિરાટ કોહલી સુધી, ભારતના ઘણા ક્રિકેટરોની ગણતરી આ રમતના ટોપર્સમાં થાય છે. આ દરમિયાન એક એવો ખેલાડી પણ છે જે ભારતીય ક્રિકેટ ટીમમાં તક મેળવવા માટે તલપાપડ થઈ રહ્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના બેટમાં જેમ આગ લાગી છે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેને એક પણ મેચ રમવાની તક મળી નથી.

ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરનાર સરફરાઝ ખાનનું બેટ જોરદાર બોલે છે. આંકડાઓના આધારે તેને ડોમેસ્ટિક ક્રિકેટનો 'વિરાટ કોહલી' કહેવામાં આવે તો કોઈ અતિશયોક્તિ નહીં હોય, પરંતુ તે ટીમ ઈન્ડિયામાં તકની સતત રાહ જોઈ રહ્યો છે. સરફરાઝે આ દરમિયાન રણજી ટ્રોફી ક્રિકેટમાં 3 મેચમાં બીજી સદી ફટકારી હતી. તેણે તમિલનાડુ સામે ગ્રુપ-બી એલિટ મેચમાં 162 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન સરફરાઝે 220 બોલનો સામનો કર્યો અને 19 ફોર, 1 સિક્સ ફટકારી.

સરફરાઝ ખાને મુંબઈમાં ફરી બેટની કમાલ દેખાડી. તેણે તમિલનાડુ સામે બ્રેબોર્ન સ્ટેડિયમમાં ગ્રુપ-બીની મેચમાં મુંબઈની પ્રથમ ઇનિંગમાં 162 રન બનાવ્યા હતા. આ ઈનિંગ એટલા માટે પણ ખાસ હતી કારણ કે તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન ત્રણ આંકડાને સ્પર્શી શક્યો ન હતો. તનુષ કોટિયાને 71 રનનું યોગદાન આપ્યું હતું. રસપ્રદ વાત એ છે કે અજિંક્ય રહાણેની કેપ્ટનશિપમાં રમી રહેલી મુંબઈની અડધી ટીમ 113 રનમાં પેવેલિયન પરત ફરી ગઈ હતી, પરંતુ સરફરાઝ અને તનુષના આધારે જ તેને 481 રન બનાવ્યા હતા.

સરફરાઝે અગાઉની મેચમાં સૌરાષ્ટ્ર સામે 75 રનની ઇનિંગ રમી હતી. તો તે મુંબઈમાં જ હૈદરાબાદ સામે અણનમ 126 રન બનાવીને પરત ફર્યો હતો. તે બાંગ્લાદેશ-A ટીમ સામે ડિસેમ્બર-2022માં ફર્સ્ટ ક્લાસ મેચ રમનાર ભારત A ટીમનો ભાગ હતો. તેણે તે પહેલા નવેમ્બરમાં રેલવે સામે રાંચીમાં રમાયેલી વિજય હજારે ટ્રોફી મેચમાં પણ સદી ફટકારી હતી અને નંબર-5 પર ઉતર્યા બાદ 94 બોલમાં 117 રન બનાવ્યા હતા.

સરફરાઝ ખાને આ મેચ પહેલા સુધી 34 ફર્સ્ટ ક્લાસ અને 26 લિસ્ટ-એ મેચ રમી છે. તેણે પ્રથમ સીરિઝ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી છે. તેણે ફર્સ્ટ ક્લાસમાં 11 સદી અને 9 અડધી સદીની મદદથી 3175 રન બનાવ્યા છે. તો લિસ્ટ-એમાં, તેણે 2 સદી ફટકારીને 469 રન બનાવ્યા છે. તેની ઓવરઓલ T20 કરિયરની વાત કરીએ તો તેણે 84 મેચમાં કુલ 1071 રન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp