સરફરાઝ સાથે થઈ રહેલા અન્યાય પર ભડક્યો ભારતીય દિગ્ગજ ખેલાડી, કહી આ વાત

PC: espncricinfo.com

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરિઝ 9 ફેબ્રુઆરીથી રમવામાં આવશે. આ સીરિઝની પહેલી બે મેચો માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. ઘણા ખેલાડી એવા રહ્યા જેમને આ સીરિઝમાં તક ના મળી શકી. સારા પ્રદર્શન છતા આ ખેલાડીઓને સતત ઈગ્નોર કરવામાં આવી રહ્યા છે. તેનું સૌથી મોટું ઉદાહરણ સરફરાઝ ખાન છે. ઘરેલૂં ક્રિકેટમાં સતત સદી પર સદી મારવા છતા તેને ટીમ ઈન્ડિયાની સ્ક્વોર્ડમાં સામેલ કરવામાં નથી આવી રહ્યો. આ મામલાને લઈને ઘણા પૂર્વ ખેલાડીઓએ BCCI પર સવાલ ઊભા કર્યા છે. દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે બોર્ડને આડે હાથ લીધુ છે.

વેંકટેશ પ્રસાદે BCCI અને નેશનલ સિલેક્ટર્સને આડે હાથ લેતા કહ્યું કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી ટેસ્ટ સીરિઝ માટે સરફરાઝ ખાનની અવગણના યોગ્ય નથી અને આ ઘરેલૂં ક્રિકેટનું અપમાન છે. મુંબઈ માટે ઘરેલૂં ક્રિકેટ રમનારો 25 વર્ષીય સરફરાઝ રણજી સહિત અન્ય ટૂર્નામેન્ટમાં સતત રન બનાવી રહ્યો છે. તેણે દિલ્હી વિરુદ્ધ રણજી ગ્રુપ બીની મેચમાં મંગળવારે ફરી સદી ફટકારી. આ સત્રમાં આ તેની ત્રીજી સદી છે. સરફરાઝ તેની દરેક મેચ બાદ પોતાને સાબિત કરી રહ્યો છે કે તે ટીમ ઈન્ડિયા માટે રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

સરફરાઝને લઈને વેંકટેશ પ્રસાદે ટ્વીટ કર્યું છે કે, સતત ત્રણ ઘરેલૂં સત્રમાં શાનદાર પ્રદર્શન છતા તેને ઈન્ડિયન ટેસ્ટ ટીમમાં સિલેક્ટ ના કરવો એ સરફરાઝ ખાન સાથે જ અન્યાય નથી પરંતુ, તે ઘરેલૂં ક્રિકેટનું પણ અપમાન છે. જાણે આ પ્લેટફોર્મનો કોઈ મતલબ જ નથી રહ્યો. ભારતના પૂર્વ બોલિંગ કોચે એવુ પણ કહ્યું કે, ભારતીય ટીમમાં ઘણા ક્રિકેટર્સ છે જેમનું વજન સરફરાઝ ખાન કરતા પણ વધુ છે. તેમણે કહ્યું કે, અને તે રન બનાવવા માટે ફિટ છે. શરીરના વજનની જ્યાં સુધી વાત છે તો ટીમ ઈન્ડિયામાં ઘણા એવા ખેલાડી છે જેમનું વજન તેના કરતા પણ વધારે છે. સરફરાઝ ખાન ઉપરાંત ઘણા એવા ખેલાડી છે જેને BCCI સતત સારા પ્રદર્શન છતા ઈગ્નોર કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp