
ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરવા છતા સરફરાઝ ખાનને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી, જેને લઇને ખૂબ બહેસ થઇ. તો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં સૂર્યકુમાર યાદવનું સિલેક્શન કરવામાં આવ્યું છે, જેને લઇને સોશિયલ મીડિયા પર ફેન્સમાં ગુસ્સે જોવા મળી રહ્યો છે. સૂર્યકુમાર યાદવને ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે, પરંતુ સરફરાઝ ખાનને મળી નથી, જેને લઇને ફેન્સ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની સિલેક્શન પ્રક્રિયા પર સવાલ ઊભા કરી રહ્યા છે.
તો સરફરાઝ ખાન પણ ટીમમાં સિલેક્શન ન થવા પર ખૂબ નિરાશ નજરે પડ્યો. હવે સરફરાઝ ખાને સૂર્યકુમાર યાદવને ટેસ્ટ ટીમમાં સિલેક્ટ કરવા પર પોતાના વિચાર રાખ્યા છે. સીનિયર પત્રકાર વિમલ કુમારની યુટ્યુબ વીડિયો પર સરફરાઝ ખાને તેના પર વાત કરી અને કહ્યું કે, જુઓ સૂર્યા મારો ખૂબ સારો મિત્ર છે, જ્યારે પણ અમે એક જ ટીમમાં હોઇએ છીએ તો અમે એક સાથે ઘણો સમય વિતાવતા હતા. હું તેની પાસેથી ઘણું બધુ શીખું છું.
હા તેને રાહ જોવી પડી, પરંતુ હવે તે પોતાના અનુભવનો સારો ઉપયોગ કરી રહ્યો છે. મુંબઇ માટે ઘરેલુ ક્રિકેટ રમાનાર 25 વર્ષીય સરફરાઝ ખાન ઘરેલુ ક્રિકેટમાં સતત રન બનાવી રહ્યો છે. સરફરઝ ખાન છેલ્લી બે રણજી ટ્રોફી સત્રમાં 12 મેચોમાં 136.42ની એવરેજથી 1910 રન બનાવી ચૂક્યો છે. તો એક અન્ય ન્યૂઝ ચેનલ દ્વારા સરફરાઝ ખાનનું ઇન્ટરવ્યૂ લેવાં આવ્યું હતું. ઘણી વખત થાય છે ક્રિકેટરનું નામ ભારતી ટીમમાં આવ્યા બાદ થાય છે, પરંતુ તમે તેના વિના જ ચર્ચામાં રહો છો. તેની બાબતે શું કહેશો?
તેના પર સરફરઝે કહ્યું કે, હું બસ મહેનત પર ધ્યાન આપું છું. જેટલું બની શકે મહેનત કરું, જે વાતોનું પાલન કરતો આવી રહ્યો છું, તેનું પાલન કરું. જેમ છેલ્લા 3 વર્ષથી મારું ફોર્મ ચાલી રહ્યું છે. હું તેને યથાવત રાખવાનો પ્રયત્ન કરું છું. એટલે અમારું ફોર્મ સારું ચાલી રહ્યું છે. જ્યારે તમારી બાબતે ચર્ચા થાય છે. તમે રન બનાવી રહ્યા છો. સતત ઘણી સીઝનથી રન બનાવી રહ્યા છો. આજકાલ જે પણ મળે છે તે બોલે છે કે સરફરાઝને ચાંસ મળવો જોઇએ. આ વાતો તમને આત્મવિશ્વાસ આપે છે કે પછી નિરાશા થાય છે. તમારો નજરિયો શું હોય છે?
આ સવાલનો જવાબ આપતા તેણે કહ્યું કે, હું સીઝનના સમયે એ જ વિચારું છું કે હું જે પણ મેચ રમી રહ્યો છું તેમાં રન બનાવું. પછી તે રણજી ટ્રોફી હોય, વિજય હજારે ટ્રોફી હોય કે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી હોય. હું હંમેશાં રન બનાવવા માગું છું. જે હાલમાં મારા હાથમાં છે તેના પર વધારે ધ્યાન આપી રહ્યો છું. જે મારા હાથમાં નથી તેની બાબતે વિચારવામાં કોઇ ફાયદો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp