'સરફરાઝ ખાનને છેતરવામાં આવ્યો', આકાશ ચોપરાએ પસંદગીકારો પર આકરા પ્રહારો કર્યા

PC: hindi.crictracker.com

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શુક્રવારે જ ન્યૂઝીલેન્ડ સામેની બે સફેદ બોલની ટેસ્ટ ટીમ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી. જ્યાં પૃથ્વી શૉની T20 ટીમમાં વાપસી થઈ છે, જેણે તાજેતરમાં રણજી ટ્રોફી મેચમાં 379 રનની ઈનિંગ રમી હતી. જ્યારે, ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવને ટેસ્ટ ટીમમાં જગ્યા મળી હતી, પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી રણજી ટ્રોફીમાં રનનો વરસાદ કરી રહેલા સરફરાઝ ખાનને સ્થાન મળ્યું નહોતું, તો સામાન્ય માણસથી લઈને ક્રિકેટના મહાન માણસો સુધી તેની પસંદગી કેમ ન થઇ તે ચર્ચાનો વિષય બની ગયો હતો. ગયા વર્ષે સરફરાઝ ખાને રણજી ટ્રોફીમાં 122.75ની એવરેજથી 982 રન બનાવ્યા હતા. જેમાં ચાર સદી અને બે અર્ધસદીનો પણ સમાવેશ થાય છે. આમાં તેનો 275 રનનો સર્વશ્રેષ્ઠ સ્કોર પણ સામેલ હતો. ભૂતપૂર્વ ઓપનર આકાશ ચોપરાએ સરફરાઝને અવગણવા બદલ પસંદગીકારોની આકરી ટીકા કરતાં કહ્યું કે, સરફરાઝને તેના શ્રેષ્ઠ સ્થાનિક ફોર્મ માટે પુરસ્કાર મળવો જોઈતો હતો.

ચોપરાએ તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, સરફરાઝને પસંદ ન થવાથી છેતરાયાનો અનુભવ થયો કારણ કે તેનું નામ સંભવિત ટીમમાં હોવું જોઈતું હતું. તેમણે કહ્યું કે, બુમરાહ હજુ પણ ટીમમાં નથી, પરંતુ મને વધુ ચિંતા છે કે સરફરાઝ ટીમમાં નથી. જ્યારે તમે સૂર્યકુમારને પસંદ કર્યો ત્યારે તેનો મતલબ હતો કે, ટીમમાં જગ્યા હતી અને મારા મતે સરફરાઝને ટીમમાં પસંદ કરવો જોઈતો હતો, કારણ કે તેની ફર્સ્ટ ક્લાસ એવરેજ 80 છે. સરફરાઝ સિવાય માત્ર સર ડોન બ્રેડમેન જ એવા બેટ્સમેન છે જેમની આટલી બધી મેચો રમ્યા પછી એવરેજ એંસી કે તેથી વધુની રહી હતી.

આકાશે કહ્યું કે, સરફરાઝે ભારતીય ટીમમાં સામેલ થવા માટે પોતાની શક્તિમાં હતું તે બધું જ કર્યું છે. હું થોડો નિરાશ છું, કારણ કે જો તમારે સૂર્યકુમાર અને સરફરાઝ વચ્ચે પસંદગી કરવાની હતી, તો સરફરાઝ અહીં પસંદ કરવાને લાયક છે. જો કોઈ ખેલાડી ડોમેસ્ટિક ક્રિકેટમાં આટલું સારું પ્રદર્શન કરી રહ્યો હોય તો તેને તેનું ઈનામ મળવું જોઈતું હતું. ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ માટેની ભારતીય ટીમ આ પ્રમાણે છે : રોહિત શર્મા (કેપ્ટન), KL રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, KA ભરત (વિકેટ-કીપર), ઈશાન કિશન (વિકેટ-કીપર), R. અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp