સાઉદી અરબને સૌથી મોટી T20 લીગ ચાલુ કરવી છે, BCCI પાસે મદદ માગી, પણ BCCIએ...

PC: hindi.crictracker.com

સાઉદી અરેબિયા IPL કરતાં પણ મોટી, વિશ્વની સૌથી ધનિક T20 લીગની સ્થાપના કરવા માટે કામ કરી રહ્યું છે. સાઉદી સરકારના અધિકારીઓએ આ અંગે BCCI સાથે વાત કરી છે. દરમિયાન, BCCIએ તેના ખેલાડીઓને સાઉદીમાં T-20 લીગ રમવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે.

ફૂટબોલ અને ફોર્મ્યુલા 1 જેવી અન્ય રમતોમાં ભારે રોકાણ કર્યા બાદ સાઉદી અરેબિયાની નજર હવે ક્રિકેટ પર છે. સાઉદી અરેબિયાની કંપની અરામકો પહેલાથી જ IPL 2023ની સ્પોન્સર છે, પરંતુ હવે સાઉદીએ વિશ્વની સૌથી મોટી T20 લીગની સ્થાપનાની દિશામાં પગલાં ભરવાનું શરૂ કર્યું છે, આના કારણે વિશ્વની સૌથી લોકપ્રિય એવી IPL પર ખતરો વધી ગયો છે. સાઉદી સરકાર દેશમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે T20 લીગની સ્થાપના કરવાની યોજના પર કામ કરી રહી છે અને તેના માટે BCCIના ટોચના અધિકારીઓ સાથે ચર્ચા શરૂ કરી છે. અહેવાલ છે કે સાઉદી અરેબિયાએ IPL ફ્રેન્ચાઇઝીઓને તેમના દેશમાં વિશ્વની સૌથી ધનિક T20 લીગ શરૂ કરવાની ઓફર કરી છે. જો કે ફ્રેન્ચાઇઝીઓનું વલણ હજુ સામે આવ્યું નથી, પરંતુ BCCIએ આ પ્રસ્તાવ અંગે સ્પષ્ટતા કરી છે કે, તે તેના ખેલાડીઓને સાઉદી અરેબિયાની T-20 લીગમાં રમવાની સંમતિ બિલકુલ આપશે નહીં.

અહીં તમને જણાવી દઈએ કે, BCCIને ડર છે કે સાઉદી અરેબિયાની T20 લીગમાં રમવાથી IPLની બ્રાન્ડ વેલ્યુ પર અસર પડશે. અત્યારે IPLએ વિશ્વની સૌથી મોટી T20 લીગ છે. પૈસાની બાબતમાં હોય, વર્લ્ડ ક્લાસ ખેલાડીઓની ભાગીદારી હોય કે, સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગ હોય, IPL વિશ્વભરની અન્ય T20 લીગની સરખામણીમાં સૌથી મોટી બ્રાન્ડ વેલ્યુ ધરાવે છે. સાઉદીના આ પગલાથી BCCIનું ટેન્શન વધી ગયું છે. જોકે, બોર્ડે તેના ખેલાડીઓને ત્યાં જઈને રમવાની પરવાનગી આપવાનો ઈન્કાર કરી દીધો છે.

અહીં તમને જણાવી દઈએ કે, IPL ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ પહેલાથી જ UAE, સાઉથ આફ્રિકા, USA અને કેરેબિયન T20 લીગ જેવી વિદેશી લીગમાં છે.પરંતુ BCCI તેના ખેલાડીઓને સાઉદી અરેબિયા મોકલવા માટે બિલકુલ તૈયાર નથી, કારણ કે સાઉદી સૌથી ધનિક T20 લીગ શરૂ કરવા માંગે છે, જે IPLની બ્રાન્ડ વેલ્યુને અસર કરશે. મળતી માહિતી મુજબ, BCCI ખેલાડીઓને મોકલવા માટે તૈયાર નહીં થાય, ભલે તે ફ્રેન્ચાઇઝીઓને ત્યાં પૈસા રોકાણ કરવાની મંજૂરી આપે, પરંતુ ખેલાડીઓ ત્યાં રમવા જશે નહીં.'

BCCIના એક ટોચના અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, 'કોઈપણ વર્તમાન ભારતીય ખેલાડી કોઈપણ લીગમાં ભાગ લેશે નહીં, પરંતુ જ્યાં સુધી ફ્રેન્ચાઈઝીની ભાગીદારીનો સવાલ છે ત્યાં સુધી અમે તેમને રોકી શકતા નથી. તે તેમનો અંગત નિર્ણય છે. અમે IPL ફ્રેન્ચાઈઝીઓને દક્ષિણ આફ્રિકા કે દુબઈ જવાથી રોક્યા નથી અને ન તો અમે તે કરી શકીએ છીએ, વિશ્વની કોઈપણ T-20 લીગમાં પોતાની ટીમ હોવી તેમની પસંદગી છે. આ તેમના માટે એક શરૂઆત હોઈ શકે છે, કારણ કે તેમને રોકાણ કરવા માટે બજાર મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp