સૌરાષ્ટ્રની ટીમ ફરી બની રણજી ટ્રોફી ચેમ્પિયન, ટેસ્ટ સીરિઝમાં બહાર થયેલા ઉનડકટે..

PC: espncricinfo.com

રણજી ટ્રોફી 2022-23ની ફાઇનલ મેચ સૌરાષ્ટ્ર અને બંગાળની ટીમ વચ્ચે રમાઈ હતી. બંગાળની ટીમના કેપ્ટન મનોજ તિવારીની સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટ સામે એક ન ચાલી. બંગાળની ટીમને પોતાની મેજબાનીમાં રમાયેલી રણજી ટ્રોફી મેચની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચને જયદેવ ઉનડકટની કેપ્ટન્સીવાળી સૌરાષ્ટ્રની ટીમે 9 વિકેટના માર્જિનથી જીતી લીધી છે. આ મેચની વાત કરીએ તો સૌરાષ્ટ્રની ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

કેપ્ટન જયદેવ ઉનડકટનો આ નિર્ણય સારો સાબિત થયો, કેમ કે બંગાળની ટીમ પહેલી ઇનિંગમાં 54.1 ઓવરમાં 174 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ. બંગાળ તરફથી રમતા શાહબાજ અહમદે 69 રન અને અભિષેક પેરોલે 50 રન બનાવ્યા. સૌરાષ્ટ્ર તરફથી બોલિંગ કરતા પહેલી ઇનિંગમાં જયદેવ ઉનડકટ અને ચેતન સકારિયાને 2-2 વિકેટ મળી. તો ચિરાજ જાની અને ડી. જાડેજાને 2-2 વિકેટ મળી. સૌરાષ્ટ્રની ટીમ જ્યારે પહેલી ઇનિંગમાં બેટિંગ કરવા તારી તો સારી શરૂઆત ન મળી. જો કે પછી 4 બેટ્સમેનોએ અડધી સદી બનાવી, જેની મદદથી સૌરાષ્ટ્રની ટીમે 404 રન બનાવ્યા.

સૌરાષ્ટ્ર તરફથી 81 રન અર્પિત વસાવડાએ 81, ચિરાજ જાનીએ 60, શેલ્ડન જેક્શને 59 અને હર્વિક દેસાઇએ 50 રનની શાનદાર ઇનિંગ રમી. બંગાળ તરફથી પહેલી ઇનિંગમાં બોલિંગ કરતા સૌથી વધુ 4 વિકેટ મુકેશ કુમારને મળી જ્યારે આકાશ દીપ અને ઇશાન પેરોલે 3-3 વિકેટ લીધી. જ્યારે બંગાળની ટીમ પોતાની બીજી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતારી તો તેની સામે પહેલા તો સૌરાષ્ટ્રની 230 રનની લીડ હતી. તેના જવાબમાં બંગાળની ટીમ 241 રન બનાવીને ઢેર થઈ ગઈ અને ચોથી ઇનિંગમાં સૌરાષ્ટ્ર સામે 12 રનનું લક્ષ્ય મળ્યું હતું, જેને સૌરાષ્ટ્રની ટીમે સરળતાથી હાંસલ કરી લીધું.

જયદેવ ઉનાડકટે બીજી ઇનિંગમાં બંગાળના 6 બેટ્સમેનોને આઉટ કર્યા. આ મેચ સૌરાષ્ટ્રએ 9 વિકેટથી જીતી લીધી. રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌરાષ્ટ્રની ટીમ માટે આ બીજી ટ્રોફી છે. જયદેવ ઉનડકટની જ કેપ્ટન્સીમાં સૌરાષ્ટ્રની ટીમે વર્ષ 2019-20માં પહેલી ટ્રોફી જીતી હતી. છેલ્લી 11 સીઝનની વાત કરીએ તો સૌરાષ્ટ્રની ટીમે 5 ફાઇનલ મેચ રમી છે, જેમાંથી 2 જીતી છે અને 3 ગુમાવી છે. અહીં સુધી કે ગયા વર્ષે પણ ટીમ સેમીફાઇનલમાં પહોંચવામાં સફળ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp