કોહલીએ ગાંગુલી સાથે હાથ ન મળાવ્યા, બંનેના ફેન્સ ટ્વીટર પર બાખડ્યા

PC: BCCI

વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી વચ્ચે બધુ બરાબર નથી. કહેવામાં તો એમ પણ આવી રહ્યું છે કે તેણે સૌરવ ગાંગુલી તરફ ઈશારો કરીને ગાળો આપી હતી. મેચ બાદ બંનેનો એક બીજા સાથે હાથ ન મળાવવાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. મેચ પૂરી થયા બાદ વિરાટ કોહલી સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મેચ પૂરી થયા બાદ ખેલાડી અને સપોર્ટ સ્ટાફ એક-બીજા સાથે હાથ મળાવી રહ્યા છે. જો કે, આ દરમિયાન વિરાટ કોહલી દિલ્હીના ડિરેક્ટર ઓફ ક્રિકેટ સૌરવ ગાંગુલી સાથે હાથ મળાવતો નથી.

બીજો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિરાટ કોહલી કેચ લીધા બાદ દિલ્હી કેપિટલ્સના ડગઆઉટ તરફ ઘૂરતો નજરે પડી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર બંને ખેલાડીઓના ફેન્સ એકબીજા સાથે બાખડી પડ્યા છે અને એક બીજાને ખૂબ ખરું ખોટું સંભળાવી રહ્યા છે. મીમ્સ અને રીએક્શનનો પણ જાણે કે પૂર આવી ગયો છે. વિરાટ કોહલીના ફેન્સ સોશિયલ મીડિયા પર તેના વ્યવહારના વખાણ કરી રહ્યા છે કે કિંગ કોહલીએ જોરદાર વાપસી કરી છે.

કેટલાક ફેન્સ ગૌતમ ગંભીરને ચેતવણી આપતા કહી રહ્યા છે કે ગાંગુલીનું મિશન પૂરું થઈ ગયું છે હવે ગંભીરનો વારો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ અધ્યક્ષ અને ભારતીય ટીમના સફળ કેપ્ટન રહેલા સૌરવ ગાંગુલીના ફેન્સ પણ પાછળ નથી. વિરાટ કોહલીના વ્યવહારની નિંદા કરતા તેના (કોહલીના) ફેન્સને ખૂબ ખરું ખોટું સંભળાવી રહ્યા છે. સૌરવ ગાંગુલીના કેટલાક ફેન્સનું કહેવું છે કે, વિરાટ કોહલીએ નહીં, પરંતુ સૌરવ ગાંગુલીએ તેને ઇગ્નોર કર્યો અને તેઓ આગળ વધી ગયા.

સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલીના મતભેદ એ સમયે સામે આવ્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ T20 ટીમની કેપ્ટન્સી છોડી હતી. BCCIના તાત્કાલીન અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, તેણે કોહલીને કેપ્ટન્સી ન છોડવાની અપીલ કરી હતી, પરંતુ વિરાટ કોહલીનું કહેવું હતું કે, કોઈએ તેની સાથે વાત કરી નથી. દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલો મેચમાં વિરાટ કોહલીએ અડધી સદી બનાવવા સિવાય 3 કેચ પણ પકડ્યા. તેના આ પ્રદર્શનના કારણે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp