નેપાળના ક્રિકેટર સાથે સ્કોટલેન્ડના ખેલાડીઓએ હાથ મળાવવાની આ કારણે ના પાડી દીધી

PC: twitter.com/CricketNep

નેપાળના સ્ટાર ક્રિકેટર સંદીપ લામિછાને આ સમયે વિવાદોમાં ઘેરાયેલો છે. સંદીપ પર થોડા મહિનાઓ અગાઉ મહિલા સાથે યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો હતો અને તેના માટે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. જો કે, ક્રિકેટરને જામીન મળી ગયા અને ત્યારબાદ તેને રાષ્ટ્રીય ટીમ તરફથી રમવાનો પણ ચાંસ મળ્યો. સંદીપ લામિછાનેની મુશ્કેલી ત્યારે વધી ગઈ, જ્યારે સ્કોટલેન્ડના ખેલાડીઓએ શુક્રવારે 3 વિકેટથી મેચ ગુમાવ્યા બાદ નેપાળના લેગ સ્પિનર સાથે હાથ મળાવવાની ના પાડી દીધી.

સ્કોટલેન્ડના ખેલાડીઓએ સંદીપ લામિછાનેના ICC ક્રિકેટ વર્લ્ડ કપ લીગ સીરિઝમાં હિસ્સો લેવાનો એક પ્રકારે વિરોધ કર્યો. સ્કોટલેન્ડના ખેલાડીઓએ મેચ બાદ સંદીપ લામિછાનેને છોડીને નેપાળના બધા ખેલાડીઓ સાથે હાથ મળાવ્યો. ઉલ્લેખનીય છે કે નેપાળ ક્રિકેટ સંઘે જામીન મળ્યા બાદ સંદીપ લામિછાને પરથી બેન હટાવ્યું અને સીરિઝમાં રમવાની મંજૂરી આપી, જેમાં નામીબિયા પણ હિસ્સો લઈ રહી છે. સંદીપ લામિછાનેની હાજરીથી સ્કોટલેન્ડ અને નામીબિયાની ચિંતા વધી છે.

આ અગાઉ નામીબિયાએ ખેલાડીઓ નેપાળના ખેલાડીઓ સાથે ફિસ્ટ બંપ કર્યું હતું, જેમાં સંદીપ લામિછાને પણ સામેલ હતો, પરંતુ મેચ બાદ હાથ ન મળાવ્યા. એ સમજી શકાય છે કે, સંદીપ લામિછાનેના ક્રિકેટ રમવા પર અન્ય બંને ટીમોના ખેલાડીઓમાં ગુસ્સો ભરાયેલો છે. તેમના બોર્ડ ક્રિકેટ સ્કોટલેન્ડ અને ક્રિકેટ નામીબિયાએ ટ્રાઇ સીરિઝ શરૂ થવા અગાઉ જેન્ડર બેઝ્ડ હિંસાની નિંદા કરતા માત્ર સામાન્ય નિવેદન જાહેર કર્યા હતા. તેમાં સાથે જ કહેવામાં આવ્યું હતું કે, નેપાળની ટીમનું સિલેક્શન તેમની ચિંતા નથી.

ICCએ પણ સાર્વજનિક રૂપે સિલેક્શન પર કોઈ ટિપ્પણી કરી નથી. એવામાં સ્કોટલેન્ડે સંદીપ લામિછાને સાથે હાથ ન મળાવીને એક સખત સંદેશ આપ્યો છે. આમ જાણકારી મળી છે કે સંદીપ લામિછાનેને આ વિરોધનો અંદાજો હતો. સંદીપ લામિછાનેએ સ્કોટલેન્ડ વિરુદ્ધ 27 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ અગાઉ નામીબિયા વિરુદ્ધ તેણે 66 રન આપીને 3 વિકેટ લીધી હતી. આમ સીરિઝ અગાઉ નેપાળનો જે ટ્રેનિંગ કેમ્પ લાગ્યો હતો, તેમાં પણ  સંદીપ લામિછાનેની ઉપસ્થિતિ પર વિરોધ થયો હતો.

સંદીપ લામિછાને કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)માં રમી રહ્યો હતો, ત્યારે તેના નામે અરેસ્ટ વોરંટ ઇશ્યૂ થયું હતું. તે ઓક્ટોબરમાં નેપાળ ફર્યો અને કાઠમંડુમાં તેની ધરપકડ થઈ, પરંતુ હાલમાં જ કેટલીક શરતો સાથે તે જામીન પર બહાર આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp