સ્કોટ સ્ટાયરિસે જણાવી CSKની એક ન સાંભળેલી કહાની, જાણીને ખુશ થઇ જશે ફેન્સ

PC: sportsindiashow.com

ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK), ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સૌથી સફળ ફ્રેન્ચાઇઝીમાંથી એક છે. ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે ન માત્ર IPL ટ્રોફી જીતીને એક મહાન ટીમ બની, પરંતુ ટીમે મેદાન બહાર પણ ઘણા એવા કામ કર્યા છે, જેણે આ ટીમને એક ઓળખ અપાવી છે. એવી જ એક કહાની ચેન્નાઇ સુપર કિંગ્સના પૂર્વ ખેલાડી અને ન્યૂઝીલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર સ્કોટ સ્ટાયરિસે સંભળાવી છે. ચાલો તો આ આર્ટિકલમાં જોઇએ કે સ્કોટ સ્ટાયરિસે કઇ ન સાંભળેલી કહાની સંભળાવી છે.

સ્કોટ સ્ટાયરિસે જણાવ્યું કે, ચેન્નાઇ સુપર કિંગ્સનો વ્યવહાર ખૂબ સારો હતો. તેના કેટલાક જેસ્ચર તેને દુનિયાની બાકી ફ્રેન્ચાઇઝીઓથી અલગ બનાવે છે. 47 વર્ષીય આ પૂર્વ ક્રિકેટરે જણાવ્યું કે, ચેન્નાઇ સુપર કિંગ્સના પૂર્વ ખેલાડી એલ્બી મોર્કેલના પિતા પણ ક્યારેય ભારત આવ્યા નહોતા. તો ચેન્નાઇ સુપર કિંગ્સે તેને બિઝનેસ ક્લાસથી અહીં બોલાવ્યા. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકન પૂર્વ ઓલરાઉન્ડર એલ્બી મોર્કેલ ચેન્નાઇ સુપર કિંગ્સ માટે શરૂઆતી સીઝનમાં ખૂબ મહત્ત્વનો ખેલાડી હતો.

તે ચેન્નાઇ સુપર કિંગ્સ માટે વર્ષ 2008થી વર્ષ 2013 સુધી રમ્યો હતો અને ઘણી વખત પોતાના બૉલ અને બેટથી ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના પિતા ક્યારેય પણ ભારત આવ્યા નહોતા, એટલે તેની ફ્રેન્ચાઇઝૂ એટલે કે ચેન્નાઇ સુપર કિંગ્સે કંઇક એવી વ્યવસ્થા કરી, જે કોન્ટ્રાક્ટમાં પણ નહોતી. જિયો સિનેમાના લેજન્ડ્સ લાઉન્જમાં ક્રિસ ગેલ, સુરેશ રૈના, પાર્થિવ પટેલ, રોબિન ઉથપ્પા અને અનિલ કુંબલે સાથે બેઠા ન્યૂઝીલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી સ્કોટ સ્ટાયરિસે ચેન્નાઇ સુપર કિંગ્સના માલિકોના આ ખાસ વ્યવહાર બાબતે જણાવ્યું હતું.

તેણે ખાસ કરીને એલ્બી મોર્કેલની ઘટનાની ચર્ચા કરી અને જણાવ્યું કે, તેના પિતા ક્યારેય ભારત આવ્યા નહોતા, એટલે ચેન્નાઇ સુપર કિંગ્સે તેમને બિઝનેસ ક્લાસમાં ભારત બોલાવવાની વ્યવસ્થા કરી, જે કોન્ટ્રાક્ટમાં સામેલ નથી અને એમ કરવાની કોઇ જરૂરિયાત નહોતી. સ્કોટ સ્ટાયરિસના જણાવ્યા મુજબ ચેન્નાઇ સુપર કિંગ્સે કોન્ટ્રાક્ટમાં પરિવાર માટે એવી સુવિધા ન હોવા છતા પણ એલ્બી મોર્કેલના પિતાને બિઝનેસ ક્લાસમાં ભારત બોલાવવાની વ્યવસ્થા કરી જે, ખૂબ શાનદાર જેસ્ચર હતું. ઉલ્લેખનીય છે કે સ્કોટ સ્ટાયરિસે ચેન્નાઇ સુપર કિંગ્સ માટે IPLમાં માત્ર 2 જ મેચ રમી, પરંતુ તે બે સીઝન સુધી ટીમનો હિસ્સો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp