અફઘાની બેટ્સમેને મચાવ્યો હાહાકાર... 1 ઓવરમાં લગાવી 7 સિક્સ, જુઓ વીડિયો

PC: cricketcountry.com

કાબુલ પ્રીમિયર લીગ (KPL) 2023ની 10 મેચમાં શાહીન હંટર્સનો સામનો અબાસિન ડિફેન્ડર્સ સાથે થયો. 29 જુલાઇ (શનિવાર)એ કાબુલ પના અયોબી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં શાહીન હંટર્સના કેપ્ટન સેદિકુલ્લાહ અટલે હાહાકાર મચાવ્યો. તેણે શાહીન હંટર્સની ઇનિંગની 19મી ઓવરમાં આમીર જજઈના બૉલ પર કુલ 7 સિક્સ લગાવ્યા. આમીરની એ 19મી ઓવરમાં કુલ 48 રન આવ્યા. 21 વર્ષીય અટલે 56 બૉલ પર નોટઆઉટ 118 રનોની ઇનિંગ રમી, જેમાં 7 ચોગ્ગા અને 10 છગ્ગા સામેલ હતા.

એ ઓગણીસમી ઓવરમાં આમીર જજઈના પહેલા બૉલ પર અટલે જોરદાર છગ્ગો માર્યો. તેની સાથે જ એ બૉલ નો બૉલ નીકળ્યો. ત્યારબાદ આમીરે આગામી બૉલ વાઇડ ફેક્યો અને તે ચોગ્ગો નીકળી ગયો. એટલે ઓવરમાં કોઈ પણ લીગલ બૉલ અત્યાર સુધી થયો નહોતો અને 12 રન બની ગયા હતા. ત્યારબાદ આમીરે જે આગામી 6 લીગલ બૉલ ફેક્યા, તેના પર અટલે સતત 6 છગ્ગા મારી દીધા. સેદિકુલ્લાહ અટલે આ બેટિંગથી ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડની યાદ અપાવી દીધી.

ઋતુરાજ ગાયકવાડે પણ ગયા વર્ષે વિજય હજારે ટ્રોફી દરમિયાન 7 સિક્સ લગાવ્યા હતા. 19મી ઓવર અગાઉ શાહીન હંટર્સનો સ્કોર 6 વિકેટ પર 158 રન હતો અને ત્યારે સેદિકુલ્લાહ અટલ 43 બૉલ પર 71 રન બનાવીને રમી રહ્યો હતો. એ 19મી ઓવરે મેચનું પાસું જ બદલી દીધું અને 48 રન બનાવવાના કારણે શાહીન હંટર્સનો સ્કોર 200 પાર પહોંચી ગયો. આ અવિશ્વનિય પ્રદર્શન દરમિયાન અટલે માત્ર 48 બૉલમાં પોતાની સદી પૂરી કરી. આમીર જજઈએ પહેલી 3 ઓવરોમાં 31 રન આપ્યા હતા, પરંતુ આ મોંઘી ઓવરે તેની સ્પેલ બગાડીને રાખી દીધી.

એવી રહી આમીર જજઈની ઓવર:

19.1 ઓવર: 7 રન (6+1 નો બૉલ)

19.1 ઓવર: 5 વાઈડ (4+1 વાઇડ)

19.1 ઓવર 6 રન

19.2 ઓવર: 6 રન

19.3 ઓવર: 6 રન

19.4 ઓવર: 6 રન

19.5 ઓવર 6 રન

19.6 ઓવર 6 રન.

શાહીન હંટર્સની ઇનિંગની 20મી ઓવરમાં માત્ર 7 રન આવ્યા એટલે કે શાહીન હંટર્સે સીમિત ઓવરોમાં 6 વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા હતા. જવાબમાં અબાસિન ડિફેન્ડર્સના બેટ્સમેન સંઘર્ષ કરતા નજરે પડ્યા અને આખી ઇનિંગ 18.3 ઓવરમાં 121 પર જ સમેટાઇ ગઈ. શાહીન હંટર્સે 92 રનોથી મેચ જીતી લીધી. 21 વર્ષીય સેદિકુલ્લાહ અટલે અફઘાનિસ્તાન માટે, માત્ર એક T20 મેચ રમી છે. જે આ વર્ષે માર્ચ મહિનામાં પાકિસ્તાન વિરુદ્ધ હતી. પોતાની ડેબ્યૂ મેચમાં અટલે માત્ર 11 રન બનાવ્યા હતા. અટલે અત્યાર સુધી 10 ફર્સ્ટ ક્લાસ, 11 લિસ્ટ-A અને 13 T20 મેચ રમી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp