કોહલી-ગંભીરને સેહવાગની ફટકાર, કહ્યું- મારા બાળકો પણ સમજે છે 'બેન સ્ટોક્સ'નો મતલબ

PC: hindustantimes.com

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે મેદાન પર થયેલી લડાઇએ પૂર્વ ક્રિકેટર્સને ગુસ્સે કરી દીધા છે. એક તરફ જ્યાં સુનીલ ગાવસ્કરે બંનેને ખરીખોટી સંભળાવી અને કહ્યું છે કે, બંનેને કડકમાં કડક સજા મળવી જોઈએ તો બીજી તરફ પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે બંને પર બેન લગાવવાની વાત કહી દીધી છે. ક્રિકબઝ સાથે વાતચીત કરતા વીરેન્દ્ર સેહવાગે બંનેને ફટકાર લગાવી અને કહ્યું કે, મારા બાળકો પણ મેચ જુએ છે અને બેન સ્ટોક્સનો મતલબ સમજી શકે છે.

સેહવાગે ગંભીર અને કોહલીની વચ્ચે થયેલી જીભાજોડી પર પોતાનો અભિપ્રાય આપ્યો અને કડક શબ્દોમાં ટીકા પણ કરી. સેહવાગે કહ્યું, મેચ પૂર્ણ થતા જ મેં ટીવી બંધ કરી દીધુ, મેચ બાદ શું થયુ મને તે વિશે કોઈ જાણકારી નહોતી. બીજા દિવસે જ્યારે હું ઉઠ્યો તો સોશિયલ મીડિયા પર ખૂબ જ બવાલ જોઈ. જે થયુ તે યોગ્ય નહોતું. હારનારાઓએ ચૂપચાપ હાર માની લેવી જોઈએ અને ચાલ્યા જવુ જોઈએ અને જીતનારી ટીમે ઉજવણી કરવી જોઈએ.

સેહવાગે આગળ કહ્યું કે, તેમણે એકબીજાને કંઈપણ કહેવાની જરૂર શા માટે પડી. હું હંમેશાં એક વાત કહું છું કે, આ લોકો દેશના આઇકોન છે. જો તેઓ કંઈ કરે કે કહે, તો લાખો બાળકો તેમને ફોલો કરે છે અને કદાચ વિચારે છે કે જો મારા આઇકોને આવુ કર્યું છે, તો હું પણ કરીશ. આથી જો તેઓ આ વાતોને ધ્યાનમાં રાખશે તો આવી ઘટનાઓને મેદાન પર નહીં થવા દેશે.

આ ઉપરાંત, સેહવાગે BCCIને આ રીતે બવાલને અંજામ આપવા પર કડકમાં કડક સજા આપવાની અપીલ પણ કરી છે. સેહવાગે કહ્યું, જો BCCI કોઈક પર બેન લગાવવાનો નિર્ણય કરે તો કદાચ આવી ઘટનાઓ નહીં બનશે. આ પ્રકારની ઘટનાઓ પહેલા પણ ઘણીવાર બની ચુકી છે આથી સારું એ રહેશે કે તમે ડ્રેસિંગ રૂમના નિયંત્રિત માહોલમાં જે કરવું હોય એ કરો.

પૂર્વ ક્રિકેટરે પોતાની વાત આગળ લઈ જતા કહ્યું, જ્યારે તમે મેદાન પર હો તો આ બધુ સારું નથી લાગતું. મારા પોતાના બાળકો લિપ-રીડ કરી શકે છે અને તેઓ બેન સ્ટોક્સને સારી રીતે સમજે છે, આથી મને ખરાબ લાગે છે. જો તમે આવી વાતો કહી રહ્યા છો, જો મારા બાળકો તેને વાંચી શકે છે, તો બીજા પણ વાંચી શકે છે અને કાલે તેઓ વિચારશે કે જો તે (કોહલી અને ગંભીર) આવુ કહી શકે છે, તો હું પણ કરી શકું છું.

જણાવી દઈએ કે, બંને વચ્ચે થયેલી જીભાજોડી બાદ BCCIએ બંને પર 100% મેચ ફીનો દંડ લગાવ્યો જ્યારે નવીન ઉલ હક પર 50% દંડ લગાવ્યો હતો. પરંતુ, પૂર્વ ક્રિકેટર્સ અને ક્રિકેટ પંડિત તેના કરતા પણ વધુ કડક સજાની માંગ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp