કોહલી - કુંબલે વિવાદ દરમિયાન શું-શું થયુ, સેહવાગે કર્યા ચોંકાવનારા ખુલાસા

PC: insidesport.in

ભારતીય ટીમના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગે વિરાટ કોહલી- અનિલ કુંબલે વિવાદને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. સેહવાગે કહ્યું કે, પૂર્વ ભારતીય હેડ કોચ અનિલ કુંબલે સાથે વિવાદ બાદ કોહલીએ આ પદને અપનાવવા માટે તેનો સંપર્ક કર્યો હતો. સેહવાગે હેડ કોચ પદ માટે BCCI અધિકારીઓ સાથે થયેલી બેઠકનો ખુલાસો પણ કર્યો. જણાવી દઈએ કે, અનિલ કુંબલેને જૂન 2016માં ભારતીય ટીમના હેડ કોચ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ, તેનો કોન્ટ્રાક્ટ 2017 ચેમ્પિયન્સ ટ્રોફી બાદ પૂર્ણ થઈ ગયો. કુંબલેએ 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે મળેલી હાર બાદ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું.

વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે, તત્કાલીન BCCI સચિવ અમિતાભ ચૌધરીએ તેને કહ્યું કે, કોહલી અને કુંબલે વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું અને બોર્ડ ઈચ્છે છે કે, તે આ જવાબદારીને અપનાવી લે. સેહવાગે એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું હેડ કોચ પદ માટે અરજી ના કરતે જો વિરાટ કોહલી અને તત્કાલીન BCCI સચિવ અમિતાભ ચૌધરી મારો સંપર્ક ના કરતે.

તેણે આગળ કહ્યું, અમારી બેઠક થઈ. અમિતાભ ચૌધરીએ મને કહ્યું કે, વિરાટ કોહલી અને અનિલ કુંબલેની વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. અમે ઈચ્છીએ છીએ કે તમે કોચિંગની જવાબદારી લો. અમિતાભ ચૌધરીએ કહ્યું કે, ચેમ્પિયન્સ ટ્રોફી બાદ કુંબલેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ રહ્યો છે અને પછી તું ટીમ સાથે વેસ્ટ ઈન્ડિઝ જઈ શકે છે. યાદ કરાવી દઈએ કે, અનિલ કુંબલેની જગ્યાએ રવિ શાસ્ત્રીને હેડ કોચ બનાવવામાં આવ્યા હતા.

વીરેન્દ્ર સેહવાગને જ્યારે પૂછવામાં આવ્યું કે, ભારતીય ટીમની કેપ્ટનશિપ ના કરી તો તેનું કોઈ દુઃખ છે? તેના જવાબમાં પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે, તેમણે પોતાના કરિયરમાં જે પણ મેળવ્યું તેનાથી તેઓ ખુશ છે. સેહવાગે કહ્યું કે, ભારતીય ટીમની કેપ્ટનશિપ ના કરવાનું કોઈ દુઃખ નથી. મેં જે મેળવ્યું છે, તેનાથી હું ખુશ છું.

વીરુએ આગળ કહ્યું કે, નઝફગઢના નાનકડા પરિવારમાંથી આવ્યો અને મને ભારત માટે રમવાની તક મળી. મને ફેન્સનો ઘણો બધો પ્રેમ મળ્યો અને સમર્થન મળ્યું. જો હું ભારતીય ટીમની કેપ્ટનશિપ પણ કરતે તો પણ મને આ પ્રકારનું સન્માન ના મળતે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp